News of Wednesday, 26th March 2025
આજે વહેલી સવારે ઠંડકના ચમકારા બાદ દિવસે ઉકળાટ

રાજકોટ, તા. ર૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે ઠંડકનો ચમકારો અનુભવાયો હતો. જો કે ત્યારબાદ આખો દિવસ અસહય ઉકળાટનો અનુભવ થઇ રહયો છે. લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.
મહતમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી નજીક પહોંચતા જ બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૦.ર, મહતમ તાપમાન ૩પ, ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતી ૭.૮ કિ.મી. રહી હતી.(૬.૧૧)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
