તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Wednesday, 26th March 2025
બપોર બાદ ભુપેન્દ્રભાઇ મોરબીમાં: અનેક વિકાસકાર્યોની ભેટ
રવાપર રોડ ઉપર કાર્યક્રમઃ લોકોને અનેક સુવિધાઓ પ્રાપ્ત થશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૬: મોરબી જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રવાપર નજીકના રામેશ્વર પાર્ટી પ્લોટ મોરબી ખાતે આજે બપોર બાદ પધારી રહ્યા છે. ત્યારે વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધારવા તમામ મોરબી જિલ્લાવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી મોરબી ખાતે પધારનાર છે, ત્યારે તેમના કાર્યક્રમ અનુસંધાને જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમના સ્થળ પર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી તથા કાર્યક્રમ સ્થળ પર કરવામાં આવેલી તૈયારીઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત હેલીપેડની પણ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.
મોરબી જિલ્લામાં અનેક વિકાસ કાર્યો થકી વિકાસની ગતિ ઝડપી બની છે. હાલ અનેક નવા પ્રકલ્પો મોરબીમાં આકાર પામી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરોડોની રકમના મહત્વના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. મોરબીને વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે ત્યારે આ ઘડીના સાક્ષી બનવા માટે તમામ જિલ્લાવાસીઓને આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
