<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

જૂનાગઢ કોર્પોરેશનની એસી બસ સંગઠન અધ્‍યક્ષે નિયમ મુજબ ભાડું ચુકવીને ગાંધીનગર પ્રવાસ કર્યો

 

જુનાગઢ,તા.૨૬: મહાનગરપાલિકાના નવનિયુક્‍ત કોર્પોરેટરો તથા પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે જુનાગઢ મહાનગરના અધ્‍યક્ષ ગૌરવ રુપારેલિયા તથા ધારાસભ્‍ય સંજય કોરડીયાના અધ્‍યક્ષ સ્‍થાને મંત્રીઓ ની મુલાકાત બાદ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સાથે શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

જુનાગઢ મહાનગરપાલિકા નાં પદાધિકારીઓ અને કોર્પોરેટરો કોર્પોરેશનની બસ દ્વારા ગાંધીનગર ખાતે શુભેચ્‍છા મુલાકાતે આવ્‍યા છે અને જુનાગઢની જનતાનાં જે ટેક્ષના રૂપિયા નો ગેરઉપયોગ ન થાય તે બાબતે દરેક કોર્પોરેટર તથા પદાધિકારીઓને સુચના આપવામાં આવી કે કોર્પોરેશનની કોઇપણ પ્રોપર્ટી નો ઉપયોગ કોર્પોરેશને નક્કી કરેલા ભાડાં ચુકવીને કરવામાં આવશે અને આજે જે બસનો ઉપયોગ કરવામાં આવ્‍યો તેમનો પણ સંપૂર્ણ ખર્ચ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ભોગવશે અને કોર્પોરેશનને ભાડું ચુકવવામાં આવશે. વધુમાં અધ્‍યક્ષે જણાવ્‍યું હતું કે આજથી જુનાગઢની પ્રજાનાં ટેક્ષનો એકપણ રૂપિયો વ્‍યર્થ નહીં જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

ગાંધીનગર ખાતે મુખ્‍યમંત્રીની મુલાકાતે અધ્‍યક્ષ અને ધારાસભ્‍ય સાથે જુનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્‍યુટી મેયર આકાશભાઈ કટારા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્‍પેશભાઈ અજવાણી કોર્પોરેટરોમાં વિનસભાઈ હદવાણી, સંજયભાઇ ધોરજીયા, સોનલબેન પનારા, પ્રવીણભાઈ વાઘેલા, જયેશભાઈ બોઘરા, ભાવનાબેન વ્‍યાસ, વંદનાબેન દોશી, સંજયભાઇ મણવર, ચંદ્રિકાબેન રાખસિયા, પરાગભાઈ રાઠોડ, વનરાજભાઈ સોલંકી, પૂનમબેન પરમાર, મધુબેન મિયાત્રા, ઇલાબેન બાલસ, ભાવનાબેન ટાંક, વનિતાબેન આમછેડા, વિમલભાઈ જોશી, જમકુબેન છાયા, આધ્‍યશક્‍તિબેન મજમુદાર, જીજ્ઞાસાબેન ગુજરાતી  અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના પીએ વિરાટભાઇ ઠાકર ઉપસ્‍થિત રહ્યા હતા મીડિયા વિભાગના સંજય પંડયાની યાદી જણાવે છે.

(2:15 PM IST)