News of Wednesday, 26th March 2025
ચોટીલાના સતનામ ધ્યાન કબીર સાહેબ આશ્રમ ખાતે રવિવારે સંતવાણીઃ ભોજન પ્રસાદ

રાજકોટ : ચોટીલા મુકામે આવેલ સુપ્રસિધ્ધ એવા સતનામ ધ્યાન કબીર સાહેબ આશ્રમ (ચોટીલા મફતીયાપરા, દુધેલી રોડ ઉગમણી દિશા, રામાની પીત, ચામુંડા માતાજીના ડુંગરની બાજુમાં મો. ૮૧૫૫૯ ૮૩૮૫૯) ખાતે તા. ૩૦ રવિવારે ચૈત્ર સુદ એકમના પહેલા નોરતે ર૪ કલાક ભોજન પ્રસાદ સાથે સંતવાણીના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૩૦ ના રવિવારે રાત્રીના ૯ વાગ્યાથી આયોજીત સંતવાણી કાર્યક્રમમાં કલાકારો સર્વશ્રી વિજયભાઇ પરમાર, કિશોરભાઇ સોલંકી, નારણભગત, સાહિત્ય કલાકાર જસાભાઇ ગોવિંદભાઇ બારોટ (રાજકોટ) જમાવટ કરશે.
ભાવિકોએ ભજન સાથે મહાપ્રસાદનો લાભ લેવા મહંતશ્રી ૧૦૮ શ્રી ધ્યાનકમલદાસ સાહેબ ગુરૂં શ્રી ધનદાસ સાહેબ અને આશ્રમ સંચાલક લધુ મહંત શ્રીવિજયબાપુ દ્વારા નિમંત્રણ અપાયું છે. (૩૬-૧૦)
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
