<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

હું મરી જવાનો છું, આનું કારણ જયેશ પડિયા છે , પાંચ ટકા વ્યાજે 35,000 રૂપિયા લીધા હતા વ્યાજ ચૂકવી શક્યા નહીં, ત્યારે જયેશે બળજબરીથી તેમની દુકાન પર કબજો કરી લીધો : અમરેલીમાં સુનિલ સંચાણીનો આપધાત

મૃતકના ભાઈએ જયેશભાઈ પડિયા વિરુદ્ધ ગુજરાત મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી : આરોપીની શોધખોળ

અમરેલી તા.૨૬ : મૃતકે એક સુસાઇડ નોટ પણ લખી હતી. તેમાં લખ્યું હતું કે, મારી પ્રતિષ્ઠા દાવ પર છે, હું મરી જવાનો છું, આનું કારણ જયેશ પડિયા છે. જો આ ઘટનાને વિગતવાર જોઈએ તો, મૃતકે પાંચ ટકા વ્યાજે 35,000 રૂપિયા લીધા હતા. જોકે, જ્યારે સુનિલભાઈ વ્યાજ ચૂકવી શક્યા નહીં, ત્યારે જયેશે બળજબરીથી તેમની દુકાન પર કબજો કરી લીધો હતો. તેથી, આઘાતમાં સુનિલ સંચાણીએ ઝેર પદાર્થ પી લીધું હતું. જેના કારણે મૃત્યુ થયું છે.

પોલીસ ફરિયાદ નોંધાઇ

મૃતક પાસે મળેલી સુસાઈડ નોટમાં આનું કારણ જયેશ પડિયા હોવાનું જણાવાયું છે. તેણે મને 5 % વ્યાજે 35,000 રૂપિયા આપ્યા હતા. જ્યારે કોઈ મારી દુકાનમાંથી પૈસા ઉઘરાવવાનો અને સામાન લૂંટવાનો પ્રયાસ કરે છે ત્યારે તે મારી પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે, તેથી જ મારે મરવું પડે છે. તેમને તાત્કાલિક 108 મારફતે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈએ જયેશભાઈ પડિયા વિરુદ્ધ ગુજરાત મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

(4:54 PM IST)