<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

ગોંડલ યાર્ડમાં કાચી કેરીના 425 બોક્સ અને પાકી કેરીના 438 બોક્સની આવક: જાણો આજના ભાવ

રાજકોટ યાર્ડમાં 69 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ જેનો ભાવ 600 થી 900 બોલાયો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 750 થી 3000 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1500 થી 3000 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 196 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 242 બોક્સની આવક થઈ હતી.

 ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 800 થી 1600 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 425 બોક્સ કાચી કેરીની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં 69 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ 600 થી 900 બોલાયો હતો.

(9:40 PM IST)