<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

ભાડલામાં સોનલબેન ચાવડાનો ઝેરી દવા ગટગટાવી આપઘાત

પતિ-પત્‍નિ બાળકો સાથે વાડીમાં રહી મજૂરી કરતાં હતાં: રાજકોટમાં સારવાર દરમિયાન મોત

રાજકોટ તા. ૨૯: જસદણના ભાડલા ગામે પરિણીતાએ વાડીએ ઝેર પી લેતાં સારવાર દરમિયાન મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ભાડલામાં ધમબાપુની વાડીએ રહી મજૂરી કરતાં મુળ સુરેન્‍દ્રનગરના ધ્રોકડવા ગામના લવકુશ ચાવડાની પત્‍નિ સોનલબેન ચાવડા (ઉ.વ.૨૭)એ ઝેરી દવા પી લેતાં જસદણ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ ગત સાંજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર સોનલબેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણીના માવતર પણ ધ્રોકડવા ગામે રહે છે. પતિ લવકુશે જણાવ્‍યું હતું કે પત્‍નિને કોઇ તકલીફ નહોતી. પોતે રૂમમાં હતો ત્‍યારે બહાર પત્‍નિએ કોઇ કારણે ઝેર પી લીધુ હતું. (૧૪.૫)

(12:55 PM IST)