<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

પરમ દિ' સોમવારે ઇદ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૯ :.. સમગ્ર દેશમાં મુસ્‍લિમ સમુદાયમાં પવિત્ર રમઝાન માસ હવે વિદાય લેવા તરફ આગળ ધપી રહ્યો છે.

આજે અઠ્ઠાવીસમુ રોઝૂ પુર્ણ થશે. હિજરી કેલેન્‍ડર ચંદ્ર ગતિ પર આધારિત હોઇ, મહિનો ર૯ દિવસનો અથવા ૩૦ દિવસનો હોય છે. જે પૂર્ણ રીતે ચંદ્ર દર્શન થવા પર આધારિત હોય છે.

રમઝાન માસ માટે પયગમ્‍બર સાહેબનો આદેશ છે કે, ચાંદ જોઇ ને રોઝાની શરૂઆત કરો અને ચાંદ જોઇ ને રોજાની સમાપ્તી સાથે ઇદ મનાવો. જો આવતી કાલે રવિવારે ચાંદ દેખાય તો રમઝાનના ર૯ દિવસો પુરા થઇ સોમવારે ઇદ મનાવવામાં આવશે. અને જો રવિવારે સાંજે ચાંદ ન થાય તો રમજાન ઇદની ઉજવણી ૩૦ રોજા પૂર્ણ થઇ ને મંગળવારે થવા પામે.

વધુ પડતી સંભાવના સોમવારે ઇદ ઉજવાય તે પર છે. ઉપરાંત ખગોળીયા ગણતરી મુજબ અરબ દેશો તથા યુકે અને આસપાસના દેશોમાં એશિયાના દેશો થી એક દિવસ વહેલા ચાંદ દેખાતો હોય છે. સાઉદી અરેબીયામાં આજે ર૯ રોજા સમ્‍પન્‍ન થશે. ત્‍યાં આજે સાંજે ચાંદ જોવા મળે છે કે કેમ ? તે પર આપણે અહીં ઇદની ઉજવણી નિヘતિ થવાની સંભાવના રહે છે.

છેલ્લા  કેટલાક માસથી સાઉદી અરબ અને આપણે એક દિવસનો ચોકકસ તફાવત ચંદ્ર દર્શન અંગે જોવા મળી રહ્યો હોઇ, તો સાઉદીની હિલાત કમીટી (ચાંદ કમીટી) આજે રાત્રે ચાંદ દેખાયાની જાહેરાત કરશે તો ત્‍યાં ઇદ રવિવારે અને આપણે સોમવારે થવાની સંભાવના વધુ નિヘતિ જોવાઇ રહી છે.

(11:42 AM IST)