તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ગોંડલ પંથકના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાવનાર દિપડો વાસાવડમાં પાંજરે પુરાયો
તાલુકાના દેરડી(કુંભાજી),મેતા ખંભાળીયા,વાસાવડ સહિતના ગામોમાં દિપડાએ મારણ કરતા લોકોમાં ફેલાયો હતો ભયનો માહોલ

(નરેશ શેખલીયા દ્વારા) ગોંડલ તા.૨૯: ગોંડલ પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી વન્ય હિંસક પ્રાણીઓ સિંહ,દિપડાના આંટાફેરા વધતા જોવા મળી રહ્યા છે.ત્યારે તાલુકાના વાસાવડ ગામે દિપડાએ ખેડૂતની વાડીએ બાંધેલ પાડીનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.છેલ્લા એક મહિનાથી ગોંડલ પંથકમાં આંટાફેરા મારતા દિપડાએ તાલુકાના દેરડી(કુંભાજી),વાસાવડ,મેતા ખંભાળીયા સહિતના ગામોમાં રોઝ,કૂતરા,પાડી,વાછરડી સહિતના અનેક પશુઓનું મારણ કર્યુ હતુ.જેમને કારણે લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.ખેડૂતો વાડીએ ખેતરે જવામાં પણ ડર અનુભવતા હતા ત્યારે વાસાવડ ગામે જીતેન્દ્રભાઈ ખોખાણીની વાડીએ દિપડાએ પાડીનું મારણ કરતા ગોંડલ વન વિભાગના કર્મચારીઓએ ખેડૂતની વાડીમાં પાંજરુ ગોઠવીને દિપડાને પાંજરે પુરવાની રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી.જેમાં બે દિવસની વનવિભાગની મહેનતના અંતે ગત રાત્રીના દિપડો પાંજરામાં કેદ થઈ જવા પામ્યો હતો.દિપડો પાંજરામાં કેદ થતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ફેલાયેલ ભયના માહોલમાં લોકોએ રાહતનો ヘાસ લીધો હતો.આ ઘટનામાં ગોંડલ ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ.દિપકસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે પાંજરામાં કેદ થયેલ દિપડી છે.જેમને જૂનાગઢના સાસણના જંગલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં છે.આ સાથે જ દિપડીને પાંજરે પુરવાની રેસ્કયુ કામગીરી ગોંડલ રેન્જ આરએફઓ દિપકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર એચ.એમ.જાડેજા,વનરક્ષક આર.વી.કુકડીયા અને ટ્રેકર ટીમના હરીસિંહ જાડેજા,માધવભાઈ વ્યાસ,ઓસમાણભાઈ,ફિરોઝભાઈ સહિતના કર્મચારીઓએ બજાવી હતી.દિપડી પાંજરે પુરાતા જ ગોંડલ પંથકના ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
