<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

દ્વારકા-ઓખા વિસ્‍તારમાં અસામાજિક તત્‍વોના ગેર કાયદેસર દબાણો દૂર કરવામાં આવ્‍યા

ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી ઓખા નગરપાલિકા ટીમ દ્વારા ડિમોલિશનઃ ગેર કાયદેસર દબાણો કરી બેઠેલા અસામાજિક તત્‍વોમાં ભય

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.,૨૯: દ્વારકા-ઓખા વિસ્‍તારમાં અસામાજિક તત્‍વોના ગેર કાયદેસર દબાણો દૂર કરવા આવ્‍યા છે. તંત્ર દ્વારા બુલડોઝર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી ઓખા નગરપાલિકા ટીમ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્‍યું છે. અંદાજિત છ જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્‍યા છે.

અગાઉ પણ ઓખા નગરપાલીકા વિસ્‍તારમાં ડીમોલીશન હાથ ધરવામાં આવ્‍યું હતું.ગેર કાયદેસર દબાણો કરી બેઠેલા અસામાજિક તત્‍વોમાં ભયનો માહોલ છે.

(12:57 PM IST)