તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
માધવપુરના મેળામાં વિવિધ રાજયોના ૧૬૦૦ કલાકારો દ્વારા સાંસ્કૃતિક ઝાંખીઓ
કલેકટરશ્રી એસ.ડી. ધાનાણીએ સ્થળ ઉપર મેળા આયોજનનું નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે બેઠક કરી : પાર્કીંગ સ્ટોલ-પીવાનું પાણી-આરોગ્ય સ્ટેજ તથા બેઠક વ્યવસ્થા અંગે જરૂરી સુચનાઓ આપી : ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે માધવપુરનો મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૯ : એપ્રિલની ૬ ઠ્ઠી તારીખથી શરૂ થનાર માધવપુરના ભાતીગળ પાંચ દિવસના મેળાની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મેળામાં ગુજરાત સહિત વિવિધ રાજયોના ૧૬૦૦ કલાકારોએ તેના રાજયોના સાંસ્કૃતિક ઝાંખીઓ સાથેના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે.
જીલ્લા કલેકટર એસ. ટી. ધાનાણીએ લોકમેળાના સ્થળ ઉપર જઇને આયોજનનું નિરીક્ષણ કરીને અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી સુચના આપી હતી.
માધવપુર ઘેડ ખાતે ભગવાન કળષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે. વર્ષ ૨૦૨૫નો માધવપુર ઘેડ નો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં સાંસ્કળતિક વિરાસતો અને સાંસ્કળતિક ધરોહરોને તેની મૂળ ગરીમાને જાળવી રાખીને ઉજાગર કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત માધવપુરના મેળામાં આ વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ ૧૬૦૦ કલાકારો એક સાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરવાના છે.
માધવપુરના મેળામાં સાંસ્કળતિક કાર્યક્રમોનો પ્રારંભ તા. ૬ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સાંજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે.
રાજ્યના યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓના વિભાગના સાંસ્કળતિકળતિઓના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી માધવપુર ઘેડના મેળામાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટર શ્રી એસ. ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. બી. ચૌધરી અને જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા સહિતનાં વિવિધ સમિતિઓના શીર્ષ અધિકારીઓએ માધવપુર મેળા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.
કલેકટરશ્રી સહિતના અધિકારીશ્રીઓએ મેળા ગ્રાઉન્ડમાં તૈયાર થતાં ર્પાકિંગ,સ્ટોલ, પાણી, આરોગ્ય અંતગર્ત સ્ટેજ બેઠક વ્યવસ્થા તેમજ આવનાર મહાનુભવો,કલાકારો વિવિધ વ્યવસ્થાઓ સહિતના આયોજન અંતર્ગત સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ચોરી માયરા માધવપુર ખાતે જિલ્લા કલેકટર શ્રી એસ.ડી ધાનાણીએ અધિકારીશ્રીઓએ સાથે બેઠક કરી હતી અને જુદી જુદી સમિતિઓના આયોજન રીવ્યુ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રીએ મેળામાં યોગ્ય વ્યવસ્થાઓ અને વધુ સારી રીતે લોકમેળો યોજાય તે માટે શીર્ષ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજાએ ર્પાકિંગ સ્થળનું દિશા નિર્દેશ કરતાં બાર્ડ અને યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતે સૂચનો કર્યા હતાં. અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી ચર્ચા કરી હતી.
લોકમેળા પરિસરમાં સ્ટેડિયમ પ્રકારના બનાવેલા ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ૧૬૦૦થી વધુ કલાકારો સાંસ્કળતિક કળતિઓની પ્રસ્તુતિ કરશે. કલેકટરશ્રીની મુલાકાત દરમિયાન અધિક નિવાસી કલેકટર જે. બી.વદર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા,સંયુક્ત માહિતી નિયામક એમ.ડી .મોડાસીયા, પ્રાંત અધિકારી સંદિપ જાદવ,કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક જાખડ સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
