<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

સુરેન્‍દ્રનગરમાં પરપ્રાંતમાંથી હથિયારના પરવાના લઈ આવ્‍યાનું કૌભાંડ

ગુનાહિત પ્રવળતિઓ સાથે સંકળાયેલા ૧૨ જેટલા તત્‍વો રાઉન્‍ડઅપ : પાંચ શષા કબ્‍જેઃ એસ.ઓ.જી પોલીસે વધુ તપાસ હાથ ધરી : ૧૦૦ થી વધુ હથિયારો ઝડપાઇ તેવી આશંકા : હથિયાર લઈ આવેલા ૧૦૦ જેટલા ભૂગર્ભમાં ઉતરી ગયા..

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૨૯ : સુરેન્‍દ્રનગર ડીઆઈજી ગીરીશકુમાર પંડ્‍યાના આદેશથી સુરેન્‍દ્રનગર એસઓજી પોલીસ મથકના પીઆઇ ભાવેશ શીગરેખીયા તેમાં તેમની ટીમ દ્વારા હથિયાર પરવાના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે..

 તપાસમાં સૌથી મોટો ધડાકો થયો છે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ મારામારી હત્‍યા જેવી તેમજ ખનીજ ચોરી સાથે સંકળાયેલા અને તેમના ઉપર પોલીસ સ્‍ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે અને ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયા છે તેવા તત્‍વો મણીપુર તેમજ નાગાલેન્‍ડથી હથિયાર લઈ આવ્‍યા હોવાનો ખુલાસો થયો છે હાલમાં પ્રથમ તબક્કામાં સુરેન્‍દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા ૧૨ લોકોને રાઉન્‍ડઅપ કરવામાં આવ્‍યા છે.

 તમામ પાસે રહેલા હથિયારો જપ્ત કરવામાં આવ્‍યા છે અને તેમની પૂછપરછ પણ હાથ ધરી  ત્‍યારે મણીપુર અને નાગાલેન્‍ડથી આવા ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ અને તત્‍વોને કેવી રીતે હથિયાર મળી ગયા તે પણ એક સળગતો સવાલ છે  જોકે પ્રથમ તબક્કામાં સ્‍કીમથી હથિયાર લઈ આવતા હોવાનું પણ બહાર આવ્‍યું છે એજન્‍ટ મારફતે ત્‍યાંના તંત્રનો સંપર્ક કરવામાં આવતો હતો અને ત્‍યારબાદ ત્‍યાંથી હથિયાર પરવાનાઓ આપવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે જોકે હજુ આ સંદર્ભે તપાસ ચાલુ છે.

 સુરેન્‍દ્રનગર પોલીસે ૫ થી વધુ હથિયારો જપ્ત કર્યા.ગુનાહિત પ્રવળતિઓ સાથે સંકળાયેલા તત્‍વો નાગાલેન્‍ડ અને મણિપુર સહિતના રાજ્‍ય માંથી ઓલ ઇન્‍ડિયા પરમિશન ધરાવતા પરવાના લઈ આવ્‍યા હતા.

 ૧૦૦ જેટલા તત્‍વો હાલમાં ભૂગર્ભમાં ઊતરી ગયા છે અને ત્‍યાંથી હથિયાર લાવ્‍યા હોય તેવી શંકા પણ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે  નાગાલેન્‍ડ તેમજ મિઝોરમથી લાવેલા હથિયારો છે તેમની પૂછપરછ હાથ ધરી અને તેમના હથિયારો જપ્ત લેવામાં આવ્‍યા છે અને પરવાનાઓ પણ જપ્ત કરવામાં આવ્‍યા છે.

(12:09 PM IST)