News of Saturday, 29th March 2025
વીર મહારાણા સાંગાજી વિશે અપમાન જનક ટિપ્પણી કરનાર સપાના સાંસદ વિરુદ્ધ મોરબીમાં રોષ

મોરબીઃ સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાપુરુષ મહારાણા સાંગા વિરુદ્ધ કરવામાં આવેલ ટીપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે જેમાં આજે મોરબી ખાતે હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ તેમજ શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે સંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહાપુરુષ મહારાણા સાંગા વિરુદ્ધ વિવાદિત ટીપ્પણી કરવામાં આવી છે જે કયારેય માફ કરીના સકાય જે વિવાદિત નિવેદનનો બજરંગ દળ સહિતના સંગઠનો વિરોધ કરે છે જેથી સંગઠનોએ સાંસદ રામજીલાલ સુમન સાંસદ પદેથી રાજીનામું આપે અથવા તેમને પદ પરથી હટાવવામાં આવે તેમજ તેઓ વિવાદિત નિવેદન બદલ દેશના હિંદુઓની માફી માંગે તેવી માંગ કરી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
