<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામ પાસે કારખાનામાં ભીષણ આગ :7 ફાયર બ્રિગેડ ટીમ પહોંચી

કારખાનામાં કચરાનું રિસાયકલિંગ કરાતું હતું : કચરાના ઢગલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું

અમરેલી :રાજ્યમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના બાબરકોટ ગામ પાસેનાં કારખાનામાં ભીષણ આગ લાગી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનાં બાબરકોટ ગામ નજીક આવેલા એક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. કચરાના ઢગલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેના પર કાબૂ મેળવવા માટે 7 જેટલા ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાલ આગ ઉપર કાબૂ મેળવવવાની કામગીરી હાથ ધરી હતી.

મળી રહેલી વિગતો અનુસાર આ કારખાનામાં કચરાનું રિસાયકલિંગ કરવામાં આવી રહ્યું હતું અને તેની પ્રક્રિયા દરમિયાન કોઇ કારણોસર આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

(6:44 PM IST)