News of Saturday, 29th March 2025
કચ્છના આદિપુરમાં સિંધી સમાજ દ્વારા ચેટી ચંદની ઉજવણીનો ધમધમાટ
સવારે ૭ વાગ્યે આરતી - પલ્લવનું આયોજન: બપોરે ૧.૦૦ થી ૩.૦૦ વાગ્યા દરમ્યાન ઝુલેલાલ મંદિરની સામે આવેલ લછવાની ધર્મશાળા મધ્યે મહાપ્રસાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : સિંધી નવુ વર્ષ, ચેટીચંદ આ વર્ષે રવિવાર, તારીખ: ૩૦-૦૩-૨૫ ના છે. આ પ્રસંગે જ્યાં જ્યાં સિંધી સમાજ રહે છે ત્યાં ભવ્ય ઉજવણી સાથે ઉત્સવ મનાવવા માં આવે છે. કચ્છના આદિપુરમાં સિંધુ વર્ષા ઝુલેલાલ મંદિર દ્વારા ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ સાંઈના નિર્વાણ દિવસની ઉજવણીનો ધમધમાટ વરતાઈ રહ્યો છે. સિંધી સમાજે ઉત્સાહ સાથે ચેટી ચંદ મનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સવારે ૭ વાગ્યે આરતી - પલ્લવનું આયોજન કરાયું છે જ્યારે મહાપ્રસાદ બપોરે ૧.૦૦ થી ૩.૦૦ વાગ્યા દરમ્યાન ઝુલેલાલ મંદિરની સામે આવેલ લછવાની ધર્મશાળા મધ્યે રાખવામાં આવેલ છે. ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો લાભ લેવા શ્રદ્ધાળુ, ભક્તો અને સમાજને સંચાલક મનીષ શર્મા (૯૯૨૫૫૭૦૯૬૯) અને હરેશ અસનાની (૯૯૦૯૭૫૯૩૩૭) દ્વારા નિમંત્રણ સાથે અપીલ કરાઇ છે. (તસવીર: રાજેશ લાલવાણી)
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
