તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક:મનપાની કચરાની ગાડી અને ખાનગી વાહન પર તલવારો - છરાથી હુમલો કર્યો
સત્યનારાયણ સોસાયટીમાં ચાર જેટલા ગુંડાઓએ આતંક મચાવ્યો : સીસીટીવી ફુટેજના આધારે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે,સત્યનારાયણ સોસાયટીમાં ચાર જેટલા ગુંડાઓએ સરાજાહેર મહાનગરપાલિકાની કચરાની ગાડી અને ખાનગી વાહન પર તલવારો અને છરાથી હુમલો કર્યો હતો અને ત્યાં હાજર લોકો પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ગુંડાતત્વોના આતંકને જોઈને સોસાયટીના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
સીસીટીવી ફુટેજના આધારે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે સમીર ઉર્ફે સાંભો અને ફેઝલ નામના બે અસામાજિક તત્વો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો પોલીસ ફરિયાદ અનુસાર હોર્ન માર્યા છતા કેમ રસ્તો ન આપ્યો. એ જ વાતને લઈને અસામાજિક તત્વોએ તિક્ષ્ણ હથિયારો સાથે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાવ્યો હતો .
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
