તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
તેરા તુજકો અર્પણ : મોરબી એ ડિવિઝન પોલીસે ખોવાયેલા 41 મોબાઈલ શોધી પરત કર્યા.
હમેશા બીલવાળા જ મોબાઈલ લેવાનો આગ્રહ રાખવો. જેથી મોબાઈલ ખોવાઈ જાય ત્યારે પોલીસ મદદ કરી શકે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :તેરા તુજકો અર્પણ ઝુંબેશ હેઠળ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ખોવાયેલ 41 મોબાઈલ શોધી કાઢી ડીવાયએસપીના હસ્તે મૂળ માલિકોને પરત અપાવ્યા છે. આ વેળાએ ડીવાયએસપીએ લોકોને અપીલ કરતા કહ્યું હતું કે હમેશા બીલવાળા જ મોબાઈલ લેવાનો આગ્રહ રાખવો. જેથી મોબાઈલ ખોવાઈ જાય ત્યારે પોલીસ મદદ કરી શકે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
