તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th March 2025
મહેસાણાથી મોરબી આવવા નીકળેલા યુવાન ગુમ થતા પરિવાર ચિંતિત
તા. ૨૬ માર્ચના રોજ મહેસાણાથી બસમાં બેસી વાંકાનેર આવવા નીકળ્યા બાદ ગુમ થયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મહેસાણાથી ૨૮ વર્ષીય યુવાન ગત તા. ૨૬ માર્ચના રોજ મહેસાણાથી બસમાં બેસી વાંકાનેર આવવા નીકળ્યા બાદ ગુમ થયા છે જેથી પરિવારે મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે તપાસ ચલાવી છે
મૂળ મોરબીના મકનસર ગામના રહેવાસી હાલ મહેસાણા રહેતા ગૌતમભાઈ અનુમહારાજ શ્રીમાળી (ઉ.વ.૨૪) નામના યુવાને મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં લેખિત અરજી કરી જાણ કરી છે જેમાં જણાવ્યું છે કે મોટાભાઈ નીલેશભાઈ (ઉ.વ.૨૮) વાળા તેના ઘરે આવ્યા હતા અને તેઓને મોરબી નોકરીએ જવાનું હોવાથી તા. ૨૬ માર્ચના રોજ મહેસાણા મોઢેરા ચોકડીથી નવા ડેપો ખાતેથી અંબાજી વાંકાનેર વાળી એસટી બસમાં બેસાડ્યા હતા અને થોડા સમયબાદ મોબાઈલ પર ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને આખો દિવસ સંપર્ક થઇ શક્યો ના હતો મોરબી રહેતા માતાપિતાને પૂછતાં ત્યાં પહોંચ્યો ના હોવાનું જણાવ્યું હતું જેથી યુવાન ગુમ થયાનું જણાઈ આવતા પરિવારે પોલીસ મથકમાં અરજી કરી છે જેથી પોલીસે તપાસ ચલાવી છે જેથી યુવાન વિશે કોઈ માહિતી મળે તો મોબાઈલ નંબર 8128645290, અથવા 9558479207 અથવા 9913457648 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
