તા. ૨૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૩ રવિવાર
News of Sunday, 30th March 2025
મોરબીમાં એક નાના બાળકે વધુ એક વખત ફ્રિ મેડિકલ કેમ્પ યોજી મોટુ કાર્ય કરી બતાવ્યુ
૧ થી ૮ ધોરણ ની બાલાઓને તપાસીને ત્રણ દિવસની દવા સાથે બાળકોને તંદુરસ્ત રહેવાની માહિતી આપેલ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : નાના એવા રુદ્ર દ્વારા ફરી એક વખત દર્દી નારાયણની સેવા કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું. આ અગાઉ પણ રુદ્ર દ્વારા કેમ્પના આયોજન કરાયા છે.
મોરબી ખાતે ડો હસ્તલેખાબેન ( હસ્તી)મહેતા ના ૧૬૫ માં એક દિવસિય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું .નાના એવા રુદ્ર દ્વારા પોતાના માતા પિતાના ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું છે તે ખુબજ ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ છે આજરોજ ધી ગિબ્સન મિડલ સ્કૂલની ૧ થી ૮ ધોરણ ની બાલાઓને તપાસીને ત્રણ દિવસની દવા સાથે બાળકોને તંદુરસ્ત રહેવાની માહિતી આપેલ.
આ કેમ્પ ને સફળ બનાવવા માટે શાળા ના આચાર્યા પ્રતિમાબેન રાઠોડ, તૃપ્તિબેન સુવારિયા, આરતીબેન જોશી તથા સમગ્ર સ્ટાફે ખૂબ શિસ્તબદ્ધ તાલીમબદ્ધ રીતે આયોજન કર્યું હતુ. આ સાથે કેમ્પ સહાયક રશ્મિનભાઈ દેસાઈ તેમજ દર્શનબેન ત્રિવેદી એ સેવા આપેલ.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
