હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 31st March 2025
વાંકાનેરના ગારીડા ગામ નજીક હાઇવે પર વાહન હડફેટે દિપડાનું મોત

વાંકાનેર તા.૩૧: વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક આજરોજ રવિવારે રાત્રિના સમયે હાઇવે પર પસાર થતા વાહન હડફેટે ચડી જતા એક દીપડાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે, જેથી બનાવની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગારીડા-જાલસીકા-મેસરીયા વિડી વિસ્તારને દિપડાઓએ ઘર બનાવી લીધું છે, ત્યારે આજરોજ રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ ગારીડા ગામ નજીક તળાવ પાસે વીડી વિસ્તારમાંથી હાઇવે પર ચડી આવેલા એક દિપડાને હાઇવે પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા દીપડાનું મોત થયું હતું, જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દિપડાના મળતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ માટે લઇ ગયા હોવાની માહિતી મળી રહી છે.(૨.૫)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
