News of Monday, 31st March 2025
કલ્યાણપુરના સતાપર ગામે ખેતમજુરી કરતાં આદીવાસી યુગલો ઝેરી દવા પી આપઘાતઃ બંન્નેના મોત

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે ખેત મજુરી કરતા પતી પત્નીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ઉષાબેન દિનેશ નામના ૩૬ વર્ષિય મહિલા અને તેમના પતિ દિનેશ સુકાભાઇ રાઠોડ નામના ૪૭ વર્ષિય આદીવાસી યુગલે ઝેરી દવા પી લેતા મોત નિપજ્યા હતા. અગ્રમય કારણોસર આપઘાત કરીને મોતને વ્હાલું કરતા ભારે ખળભળાટ મચી ગયો છે. બંનેના મૃતદેહને જામ ખંભાળીયાની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. બારડોલી તાલુકાના મોવાછી ગામના દંપતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કલ્યાણપુર પોલીસે પતિ પત્નીના આપઘાત અંગે આગળની તપાસ હાથધરી છે.(
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
