<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

માં આશાપુરા ધામ માતાના મઢ કચ્‍છ ખાતે ઘટસ્‍થાપન વિધિ સાથે નવરાત્રી ઉત્‍સવ યોજાશે

ભુજઃ ચૈત્ર નવરાત્રી, શકિત ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. જીવનમાં શકિત અને ભકિત વિના આગળ વધવુ મુશ્‍કેલ છે. ચૈત્ર નવરાત્રી દરમ્‍યાન પુજાપાઠ, અનુષ્‍ઠાન, શ્‍લોક, શ્રૃતિ દ્વારા નવદુર્ગા માતા પાસે જપવામાં આવે છે. માતાજીના ગુણગાન ગવાય છે. માં આશાપુરા ધામ માતાના મઢ કચ્‍છ ખાતે તા. ર૯ શનિવારના સવંત ર૦૮૧ ફાગણ વદ અમાસ શનિવારના રોજ રાત્રીના ૯ કલાકે ઘટસ્‍થાપન વિધિ રાજાબાવા યોગેન્‍દ્રસિંહજીના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ ગોરમહારાજ દેવકૃષ્‍ણ જોશી દ્વારા ઘટસ્‍થાપન વિધિ કરવામાં આવેલ માતાજીની ગરબી તેમજ ગરબા પુજન, કુંભ પુજન વિધિ વિધાન પુજા અર્ચન દ્વારા કરવામાં આવેલ માતાના મઢ ટ્રસ્‍ટી ખેંગારજી જાડેજા, પ્રવિણસિંહ વાઢેર તથા ભૂવા દિલુભા ચૌહાણ, ગજુભા ચૌહાણ, તેમજ મયુરસિંહ જાડેજા, સચિનભાઇ, મનુભા જાડેજા, નયનભાઇ પોપટ, તેમજ સેવકગણ દર્શનાર્થીઓ માઇ ભકતો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.(૬.૭)

(11:43 AM IST)