હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાંકાનેરમાં શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે ૩ એપ્રીલે સદગુરૂ સ્વામીશ્રી પુ.હરીચરણદાસજી બાપુની ૧૦૩મી જન્મજયંતિ
મંગળા આરતી, કેશર સ્નાન, ભોગદર્શન, શ્રી રામધુન, પાદુકા પુજન, મહાપ્રસાદ સહીત અનેકવિધ કાર્યક્રમોની વણઝારઃ તૈયારીઓનો ધમધમાટ શરૂ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૩૧: વાંકાનેરમાં રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે સદગુરૂદેવશ્રી પુજય રણછોડદાસજીબાપુના સ્કૃતિ મંદિર ખાતે આગામી તા.૩-૪-૨૫ને ગુરૂવારના રોજ શ્રી.શ્રી.૧૦૦૮ સદગુરૂસ્વામીશ્રી પ.પુજય હરીચરણદાસજી બાપુની ૧૦૩મી જન્મજયંતિ ભકિતભાવ સાથે અનેકવિધ કાર્યક્રમો થકી ઉજવાશે.
આ દિવ્યવેળાએ ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પ.પુજયશ્રી જયરામદાસજી મહારાજના આશિર્વાદ સાથે ૩જી એપ્રિલના રોજ દિવસભર ભરચક કાર્યક્રમોનું આયોજન ટ્રસ્ટી મંડળ તથા સદગુરૂ શિષ્ય સેવકો દ્વારા કરવામાં આવ્યું છે.
જેમાં સવારે મંગળા આરતી, કેશર સ્નાન, ભોગ દર્શન બાદ સાંજે ૪:૩૦ કલાકથી વાંકાનેરનું પ્રખ્યાત અને નિઃશુલ્ક સેવા આપતું શ્રી શ્યામ ધુન મંડળના પંદરથી વધુ કલાકારોના કાફલા દ્વારા સંગીતના થવારે શ્રી રામધુનની રમઝટ બોલાવશે સાથે-સાથે તમામ સદગુરૂ શિષ્ય પરિવારો માટે પાદુકા પુજનનું સુંદર આયોજન કરાયું છે.
ત્યારબાદ સાંજે ૭:૩૦ કલાકે દિપમાળા સાથે મહાઆરતી યોજાશે. મહાઆરતી બાદ તમામ ઉપસ્થીત સદગુરૂ શિષ્ય પરિવારો, આમંત્રીત મહેમાનો, ભુદેવો તથા સેવકગણ માટે મહાપ્રસાદનો પ્રારંભ થશે તો વાંકાનેર તથા તાલુકામાં વસતા સદગુરૂ શિષ્ય પરિવારોને પ.પુજય સદગુરૂદેવશ્રી હરીચરણદાસજી બાપુની ૧૦૩મી જન્મજયંતિના પાવનદિને ઉપરોકત પાવન પ્રસંગોમાં સહ પરિવાર સાથે ઉપસ્થિત રહેવા તથા દર્શનનો લાભ તથા મહાપ્રસાદનો લાભ લેવા વાંકાનેર સદગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટી મંડળે આમંત્રણ સાથે યાદી આપતા જણાવેલ છે.(૨.૮)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
