<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

કલ્‍યાણપુરમાં અસામાજીક તત્‍વોની યાદી તૈયારઃ ગેરકાયદે મીલકતો પર બુલડોઝર ફેરવી દેવાયા

 

દેવભૂમિ દ્વારકા તા. ૩૧: કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં ૧૦૦ કલાક અન્‍વયે તૈયાર કરાયેલા અસામાજીક તત્‍વોની યાદી પૈકી અસામાજીક તત્‍વો વિરૂધ્‍ધ ગે.કા.કબ્‍જો કરેલ મીલકત પર બુલડોઝર ફેરવતી કલ્‍યાણપુર પોલીસ તથા કલ્‍યાણપુર રેવન્‍યુ વિભાગ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્‍યું હતું.

રાજકોટ રેન્‍જના આઈ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિતેષ પાંડેય  તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર રાઠોડ દ્વારકા વિભાગનાઓની સુચનાથી કલ્‍યાણપુર પો.સ્‍ટે.વિસ્‍તારના કલ્‍યાણપુર પોલીસ દ્વારા ૧૦૦ કલાક અન્‍વયે અસામાજીક તત્‍વોની યાદી તૈયાર કરી તેના ઉપર કાર્યવાહી કરવા કડક સુચના થઈ આવેલ હોય જેથી કલ્‍યાણપુર પો.સ્‍ટે.ના ઈન્‍ચા.પો.ઈન્‍સ. યુ.બી.અખેડ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ કલ્‍યાણપુર પોલીસ સ્‍ટાફ તથા મામલતદાર તથા તેમના સ્‍ટાફના માણસોને સાથે કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના ભોગાત ગામે દરીયા કાંઠે એક અસામાજીક તત્‍વ દ્વારા ગે.કા.સરકારી જમીન પર દબાણ કરી કબ્‍જો કરેલ હોય જે રેવન્‍યુ વિભાગને સાથે રાખી વેરીફાઈ કરવામાં આવેલ અને ગેરકાયદે દબાણ જેમા (૧) અંદાજીત ૧૪ વિઘા જમીન, (૨) રૂમ-૦૨, (૩) ઓરડી-૦૧,(૪) કમ્‍પાઉન્‍ડ હોલ-૦૧, (૫) સ્‍વિમિંગ પુલ-૦૧ હટાવી કાર્યવાહી કરવામાં આવેલ.

(11:54 AM IST)