<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

વાસાવડ સિમ વિસ્‍તારમાંથી દિપડો પાંજરે પુરાયોઃ ગ્રામજનોને હાશકારો

ગોંડલ જંગલ ખાતાની ટીમની કાર્યયાહી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૩૧: ગોંડલ તાલુકાના વાસાવડ સિમ વિસ્‍તારમાં ૧૫ માર્ચે દેખાયેલ દીપડાને ૨૯ માર્ચે રાત્રીના ગોંડલ ફોરેસ્‍ટ વિભાગની ટિમ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવતા ગ્રામજનોએ અને ફોરેસ્‍ટ ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

૧૫ માર્ચે વાસાવડ ગામના સરપંચની લેખિત રજુઆત વનવિભાગને મળતાજ RFO દીપકસિંહ જાડેજા ની સૂચનાથી ફોરેસ્‍ટર એચ. એમ. જાડેજાની રાહબરીમાં સ્‍ટાફ દોડી ગયો હતો અને ફૂટમાર્ક સહિતની ચકાસણી શરૂ કરી હતી કોઈ વ્‍યક્‍તિ માટે દીપડો જોખમરૂપ સાબિતન થાય તે માટે ત્‍વરિત કામગીરી કરવામાં આવી હતી અને સતત ૧૫ દિવસથી સુધી ટ્રેકર ટિમ દ્વારા ટ્રેક કરવામાં આવ્‍યું હતું દીપડો વાસાવડ, લીલાખા, મેતાખંભાળિયા, કેશવાળા સિમ વિસ્‍તારમાં અવાર નવાર  આંટા ફેરા રહેતા હતા.

ફરી ગત દિવસે વાસાવડની સિમ વિસ્‍તારમાં આવતા જ ગત સાંજના પાંજરૂ ગોઠવતા ૯.૩૦ કલાકે દીપડો પાંજરામાં પુરાયો હતો લીલાખા ગામેં એક બકરાનું, વાસાવડ ગામે ગાયનું અને અને મેતાખંભાળિયા ગામે નિલગાય નું મારણ આ દીપડાએ કરેલું છે આખરે દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ અને વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો

વધુમાં ગોંડલ ફોરેસ્‍ટર એચ.એમ.જાડેજા એ જણાવ્‍યું હતું કે રેસ્‍કયુ કરેલ દીપડાને જામવાળા સેન્‍ચુરી મેડિકલ ટિમ દ્વારા પ્રાથમિક તપાસ કરી માઈક્રો ચિપ્‍સ બેસાડી જંગલ વિસ્‍તારમાં છોડવામાં આવશે

(12:35 PM IST)