હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભેસાણ પંથકમાં એકલતાનો લાભ લઇ સગીર દીકરી પર પિતાનું દુષ્કર્મ
સગીરાએ માતાને આપવીતી જણાવતા પૂર્વ પતિ સામે નોંધાવી ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩૧: ભેસાણ પંથકમાં એકલતાનો લાભ લઇ સગીર દીકરી પર પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની આપવીતી જણાવતા સગીરાએ માતાએ પૂર્વ પતિ સામે નોંધાવી ફરિયાદ નોંધાવી હતી.
પિતા, પુત્રીનાં સંબંધને લાંછન લગાવતી ઘટના અંગે નોંધવવામાં આવેલી ફરિયાદ અનુસાર ભેસાણ તાલુકાના ગામમાં રહેતા ૩૦ વર્ષીય શખ્સના દોઢ મહિના પહેલા પત્નીથી છુટાછેડા થયા હતા. આથી શખ્સ ૧૨ વર્ષની દીકરી અને ૯ વર્ષના દીકરા સાથે રહેતો હતો. જ્યારે પત્ની છૂટાછેડા થઈ જતા જૂનાગઢ તાલુકાના ગામમાં પિયરને ત્યાં રહેતા હતા.
આ દરમિયાન સગા પિતાએ સાથે રહેતી દીકરી નાદાનીયત અને એકલતાનો લાભ લઈ હવસનો શિકાર બનાવી હતી. છેલ્લા દોઢ મહિના દરમિયાન સગા બાપે ૩ થી ૪ વખત દુષ્કર્મ આચર્યું હતું.
એટલું જ નહીં પિતા મારકુટ કરતા હોવાથી બંને સંતાનો પિતાના ઘરેથી નાસી જઈ માતા પાસે પહોંચ્યા હતા અને પિતાએ કરેલા કૃત્ય અંગે દીકરીએ માતાને આપવીતી હતી જણાવી હતી.
દીકરીને લઈ મહિલાએ ભેસાણ પોલીસ મથક પર પહોંચી પૂર્વ પતિ સામે ફરિયાદ કરતા ભેસાણના લેડી પીઆઇ એફ. બી. ગગનીયાએ તરુણીનાં પિતા સામે પોકસો વગેરે મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું કે, સગીરાનુ કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આરોપીની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
