હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તારમાં કાચા પાકા બાંધકામો તોડાયા : વગદારોની પેશકદમી યથાવત
ડારી ટોલનાકાથી સોમનાથ હમીરજી સકલ કાજલી માર્કેટીંગ યાર્ડ સુધી હોટલો,શો રૂમ સહિત અનેક બાંધકામો સામે તંત્ર મૌન

વેરાવળ, તા.૩૧: પવિત્ર યાત્રાધામ સોમનાથ વેરાવળ ભીડીયા સહીત શહેર તથા બાયપાસ રોડ ઉપર કાચા પાકા બાંધકામો તોડવાનું કામ વહીવટી તંત્ર દ્વારા ચાલ છે જેથી પજામાં પણ તંત્ર ની વાહવાહ થઈ રહેલ છે આવા બાંધકામો દુર થવાથી વર્ષો જુની સમસ્યાઓમાં ભારે ફાયદો થયેલ છે રાજય સરકાર દ્વારા આવી ખાલી થયેલ જગ્યામાં અનેક વિકાસના કામો કરી રહેલ છે પણ વગદારોની પેશકદમી ૮ કોલોમીટર ના વિસ્તારમાં યથાવત રહેતા ભારે નારાજગી પ્રર્વતી રહી છે જેથી તાત્કાલિક ગેરકાયદેસર વગદરોના બાંધકામા તોડી પાડવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજા તેમજ એસ.પી મનાહરસિંહ જાડેજાએ સાથે રહી વેરાવળ ડારી ટોલનાકા થી હમીરજી સકલ સોમનાથ કાજલી માર્કેટીંગ યાર્ડ સુધી કાચા પાકા બાંધકામો ખુબજ શાંતિપુર્વક સુરક્ષા સાથે દુર કરાવેલા છે પણ ૮ કીલોમીટર ના વિસ્તારમાં રાજકીય, સામાજીક,બાહુબલી નેતાઓની અનેક મીલ્કતોમાં નિયમ થી વિરૂધ્ધ બાંધકામો કરાયેલ છે જેને તોડવા માટ તંત્ર મૌન સેવી રહેલ છે જેથી જાગૃત જનતામાં ભારે કચવાટ ફેલાયેલ છે.
ધમધમતા વેરાવળ,ભીડીયા તમજ યાત્રાધામ સોમનાથ માં પોલીતંત્ર ને સાથે રાખીને અનેક જગ્યાએ કાચા ઝૂપડાઓ તેમજ સરકારી જમીનોમાં વર્ષોથી બંધાયેલા પાકા મકાનો તોડી પડાયા છે તંત્રએ અનેક વખત બાંધકામ તોડવા માટેનું હાથ ધરેલ આપરેશન થી આખા વિસ્તારમાં ખુબજ સરાહના થઈ રહેલ છે છેલ્લા કેટલાય સમય થી જાગૃત જનતામાં ભારે રોષ ફલાયેલ છે કે ડારી ટોલનાકા થી બાયપાસ છ કીલોમીટર ન રોડ સોમનાથ હમીરજી સર્કલ નો વિસ્તાર તેમજ નવો બનેલો રોડ જે કાજલી માર્કેટીંગ યાડ સુધી જાય છે તે વિસ્તારોમાં અનેક હોટલો,શો રૂમ, ઈમારતા બંધાયેલ છે તેમજ રેસ્ટોરન્ટો ખુલેલ છે ત્યાં છ માસ પહેલા ૭૨ જેટલી નોટીસો અપાયેલ હતો તેથી કોઈપણ કામગીરી આજ દીન સુધી કરવામાં આવેલ નથી કોઈએ પણ સ્વેચ્છા બાંધકામ હટાવેલ નથી અનેક કીમતી જમીનોમાં નિયમો મુજબ પાકીગ થી લઈ બાંધકામ રેખા છોડવી પડતી હોય તેમાં બાંધકામ કરવાનું હોતું નથી તેના બદલે રાજકીય ,સામાજીક આગેવાનો બાહુબલી નેતાઓ દ્વારા દબાણો કરી દીધા છે તે જીલ્લિા કલેકટર એસ.પી એ કડક રીતે કામગીરી કરી ને હટાવવા જોઈએ જેથી ફકત નાના માણસોદબાણો દુર થાય છે બાકીના દબાણો દુર થતા નથી તેવા ખુલ્લેઆમ આક્ષેપો જે થઈ રહયા છે તે બંધ થાય.
સોમનાથ જેવા પવિત્ર તીથ સ્થાન માં હમીરજી ગોહીલ સર્કલ તેમજ જુના સોમનાથ મંદિર ની આજુબાજુ તેમજ બાયપાસ રોડ વિસ્તાર માં તાત્કાલીક વગદારોની પેશકદમી દુર કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
