હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 31st March 2025
જુનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે પુ. ઇન્દ્રભારતી બાપુના ચૈત્ર નવરાત્રી અનુષ્ઠાન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ શ્રી પંચ દશનામ જુના અખાડાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત પુ. ઇન્દ્રભાતી બાપુ દ્વારા જુનાગઢ ભવનાથ સ્થિતશ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન કરી રહ્યા છે.
છેલ્લા ચાર દાયકાથી પુ. ઇન્દ્રભારતી બાપુ ભારતના વિવિધ પ્રાંતોમાં તેમના સેવકોને ત્યાં માતાજીના અનુષ્ઠાન કરવામાં આવે છે.
આ વખતે ભકતજનોની લાગણીને માન આપી પુ. બાપુ જુનાગઢ ખાતે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન કરી રહ્યા છે અને માતાજીમાં ઘટ સ્થાપન સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેઓએ અનુષ્ઠાન શરૂ કર્યા છે.
અને દરરોજ મહાયજ્ઞ અને સાંજે માતાજીના આરતી પુ. બાપુના સાનિધ્યમાં કરવામાં આવે છે અને ત્યારબાદ પુ. બાપુ ભકતોને દર્શનનો લાભ આપે છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
