News of Monday, 31st March 2025
ખેડૂતોએ ચણા વાવ્યા પણ સેટેલાઇટ ઇમજેમાં ન દેખાયા એટલે ટેકાના ભાવની અરજી ના મંજૂર
રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી કહે છે જે ખેડૂતોને ફોનમાં ચણા ન વાવ્યાના મેસેજ મળ્યા હોય તે ગ્રામસેવકને અરજી કરે, સરકારી તંત્ર સ્થળ પર તપાસ કરશે

રાજકોટ તા. ૩૧ :.. રાજય સરકારે ખેડૂતોની સહાય માટે નાફેડ મારફત ટેકાના ભાવે ચણાની ખરીદીની યોજના કરી છે. ખરેખર હકકદાર ખેડૂતને જ ટેકાના ભાવનો લાભ મળે તે માટે અરજી કરનાર ખેડૂતના ખેતરની સેટેલાઇટ ઇમેજથી માહિતી મેળવવાની પધ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતોએ ખેતરમાં ચણા વાવ્યા હોય પણ સેટેલાઇટ ઇમજેમાં તે ન દેખાતા સર્વે કરનાર એજન્સી દ્વારા તે ખેડૂતોએ ચણા ન વાવ્યાનું માની ટેકાના ભાવે ખરીદીની અરજી નામંજૂર કરતા મેસેજ આપવાનું શરૂ થયુ છે. એજન્સીના મેસેજના પગલે અસરગ્રસ્તો ખેડૂતોએ સરકારી તંત્રમાં રજૂઆતનો દોર શરૂ કર્યો છે. ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઇ છે.
ખેડૂતોએ ટેકાના ભાવે ચણા વેચવા માટે સર્વે નંબર સાથે ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર અરજી કરવાની હોય છે. સરકાર નિયુકત એજન્સીઓ જે સર્વે કર્યો તેમાં સેટેલાઇટ ઇમેજ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ. ઘણા ખેડૂતોએ વાવેલા ચણા ખેતરમાં ઉગેલી સ્થિતિમાં હોવા છતાં સેટેલાઇટ ઇ-મેજમાં ટેકનિકલ અથવા અન્ય કોઇ કારણસર ન દેખાતા તે ખેડૂતે અરજીમાં દર્શાવયા મુજબ ચણા વાવ્યા નથી. તેવું તારલ કાઢી એજન્સી કે સરકારે ખેડૂતોને ટેકાના ભાવે ચણા વેચવા માટેની અરજી નામંજૂર કરતા મેસેજ કર્યા છે. ચણા વાવ્યા હોય છતાં આવા મેસેજ કેમ આવ્યા તે બાબતે સવાલ ઉઠી રહ્યા છે.
દરમિયાન આ બાબતે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિબેન પટેલનો સંપર્ક સાધતા તેમણે અકિલા સાથેથી વાતચીતમાં જણાવેલ કે, જિલ્લામાંથી કેટલાક ખેડૂતોને આવા મેસેજ મળ્યાની વાત અમારા સુધી આવી છે. જે ખેડૂતોએ ચણા વાવેલ હોય અને ટેકાના ભાવ માટે અરજી કરેલ હોય છતાં ચણા ન વાવ્યાનો મેસેજ આવે તેવા ખેડૂતોએ મેસેજ મળ્યાના ૩ દિવસમાં ગ્રામસેવકને લેખિત અરજી કરવી. ખેડૂતની અરજીના આધારે સરકારી તંત્ર તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરશે. (પ-૧૪
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
