<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

વિસાવદર મતક્ષેત્રનો ઇતિહાસ રસપ્રદ : ભાજપના સંભવિત ઉમેદવારોમાં ભરત ગાજીપરા મોખરે

૯૭ ટકા ગ્રામીણ મતદારોઃ લેઉવા પાટીદાર મતદારોનું પ્રભુત્વ

રાજકોટ, તા. ૩૧ :   ગાંધીનગર તા. ૩૧: વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણી હાલ રાજય સ્તરે ભારે ચર્ચાનો વિષય બનેલ છે. ૯૭% કરતા વધુ ગ્રામીણ ખેડુતો અને લેઉવા પટેલ પ્રભુત્વવાળી આ વિધાાનસભા સીટમાં ૅડૅ વર્ગની નાની નગરપાલીકા એકમાત્ર વિસાવદર શહેર છે. બાકી તમામ ગ્રામ પંચાયતના એટલે કે સેટઅપની નેતાગીરીવાળા મતદારો છે. ભાજપના સંભવિત ઉમેદવારોની યાદીમાં ભારત ગાજીપરાનું નામ મોખરે છે.

૧૯૯૫ માં કેશુભાઈ પટેલ પ્રથમ વખત મુખ્યમંત્રીના દાવેદાર તરીકે ચુંટણી લડવા આવ્યા ત્યારથી આ સીટ હાઈપ્રોફાઈલ સીટ થઈ ગયેલ છે. આ સીટમાં કેસુભાઈ પટેલ ૧૯૯૫/૯૮ તેમજ ૨૦૧૨ માં મ.જ.પા.માંથી એમ ત્રણ વખત ચુંટણી જીતેલ બીજા કુરજીભાઈ ભેંસાણીયા ૧૯૬૭માં સ્વતંત્ર પક્ષ ૧૯૭૫ માં કીમલોપ અને ૧૯૯૦માં જનતાદળ ગુજરાતમાંથી ચુંટણી જીતેલ આ બંને ઉમેદવારોથી વધુ ત્રણ વખત આ વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરેલ.

આ વિધાનસભાના પ્રથમ ધારાસભ્ય મદીનાબેન અકબરભાઈ નાગોરી-શાપુર, રામજીભાઈ કરકર એડવોકેટ હતા તેમજ સરકારમાં ઉદ્યોગ, ખાણ, ખનીજ, સહકાર અને વીજળી જેવા ખાતા ધરાવતા હતા. સરકારના મહત્વના ખાતા બાદ તુરતજ રામજીભાઈ કરકરે વકીલાત ચાલુ કરી દીધેલ અને બાહોશ સીવીલ સાઈડના વકીલ તરીકે નામના મેળવેલ અને  સમય જતા  રાજકારણ છોડી દીધેલ અને આજીવન ખાદીધારી રહેલ. ત્યારબાદ કુરજીભાઈ ભેંસાણીયા સંસદીય સચિવ અને કેશુભાઈ પટેલ ૧૯૯૫-૯૮માં મુખ્યમંત્રી બનેલ અને બાદમાં કનુભાઈ ભાલાળાએ જળસંપતિ વિભાગનો રાજયકક્ષાનો કારભાર સંભાળેલ હતો.

૧૯૯૮માં ભાજપમાંથી ચુંટાયા બાદ ગુજરાતમાં ભાજપમાં પરિવર્તન  ઉદય તેમજ જુના ભા.જ.૫.ના આગેવાનોની અવગણનાને હીસાબે કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી (જી.પી.પી.) બનાવેલ અને ૨૦૧૨ માં આ વિધાનસભા ચુંટણી જીતેલ ત્યારબાદ આ વિધાનસભાની ચુંટણીમાં મતદારો ઉમેદવારોને વફાદાર રહયા પણ મોટાભાગના એ પક્ષાંતરનો આશરો લીધો. હર્ષદ રીબડીયા કોંગ્રેસમાંથી ભા.જ.૫. ભુપતભાઈ ભાયાણી આપમાંથી મેદાનમાં હતા.

ભા.જ.૫.ના ભા.જ.૫.પ્રમુખ કીરીટ પટેલ વિધાનસભામાં લગભગ ૨૫ હજાર મતે હારેલ અને ત્યારબાદ જીલ્લા પંચાયતની ચુંટણી પણ હારેલ આ વિધાનસભામાં પક્ષપલટો કરનાર કે હારનાર બીજી વખત ચુંટણી જીત્યા નથી તેવો પણ ઈતિહાસ છે.

કોંગ્રેસ પાસે ઉમેદવાર અને નાણા નથી તેવી ચર્ચા છે. ગોપાલ ઈટાલીયા ભારે જોશ અને જુસ્સાથી મેદાનમાં આવેલ જે ભા.જ.૫.પણ ઉમેદવાર સંદર્ભે ભારે વિમાસણમાં છે. નવો ચહેરો ઉતારવો કે જુના જોગી ઓલ્ડ ઈઝ ગોલ્ડૅ ૧૯૯૦ થી આ સીટની નાડ પારખનાર અને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પંચાયતી રાજ ઉપરની મજબુત પકડ ધરાવતા અને બીન વિવાદાસ્પદ  જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન ભરત ગાજીપરાને મેદાનમાં ઉતારવા કે નહીં એ અંગે વિમાસણમાં છે.

ભરત ગાજીપરા સરકાર કે સ્થાનિક વિવાદમાં કયારેય આવેલ નથી તેમજ પ્રથમ ધારાસભ્ય મદીનાબેન અકબર થી છેલ્લા ભુપત ભાયાણી સુધી તમામ સાથે જાહેર જીવનમાં કામ કરેલ છે.ભા.જ.પ.બહારના ઉમેદવાર અને મોટા ગજાની મહિલા આગેવાન પૂર્વ મંત્રી જશુબેન કોરાટ જે આ વિધાનસભાના વડાલ ગામના છે તેને મેદાનમાં ઉતારે તેવી શકયતા પણ છે. અનય કેટલાક નામો પણ ચર્ચામાં છે.

સ્વ.કેશુભાઈ પટેલ આ સીટ ખાલી કરતા તેના સુપુત્ર ભરત પટેલને ૨૦૧૪ની સંસદ અને વિધાનસભાની ચુંટણી સાથે હતી તેમાં ૧૫ હજારથી વધુ મતે હરાવેલ અને આજ વિધાનસભામાં ભા.જ.પ.ના રાજેશ ચુડાસમાને ૧૭ હજાર મતથી ભા.જ.પ. માંથી લીડ મળેલ. આમ, ગ્રામીણ પરિપકવ મતદારોએ ૩૫ હજારથી વધુ ક્રોસ વોટીંગ કરેલ.

આ વિધાનસભા વિસ્તારમાં ભેંસાણ તાલુકામાં પરબની જગ્યા, દેવલમાની જગ્યા, મહેશગીરી બાપુનું રાણેશ્વરધામ, વિસાવદરમાં સતાધાર, મુનિ આશ્રમ તેમજ બીલખા ખાતે આનંદઆશ્રમ, શેઠ સગાળશાની જગ્યા અને ભિયાળ ખાતે ગોપાલલાલની હવેલી સહિત ૨૫-થી વધુ ધાર્મિક જગ્યા છે.

આ વિસાવદર વિધાનસભાનો મતદાર ભારે સુઝબુઝવાળો છે પેટા ચૂંટણી કયારે થશે અને કોંગ્રેસની શું ભૂમિકા રહેશે ? તે નકકી નથી.

(2:41 PM IST)