<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

જામનગરમાં રિક્ષાચાલકનું રહસ્યમય મોતઃ આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો મૃતદેહ

હત્યાની આશંકાએ DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

જામનગર,તા.૩૧: શહેરના આંબેડકર બ્રિજ નીચે રેતીના ઢગલા પાસેથી રિક્ષાચાલક કાનજી ધનજી પરમારનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ મૃતદેહ જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ DYSP જયવીરસિંહ ઝાલા અને સિટી સી. પોલીસ સ્ટેશનના PI સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો.

ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસે હત્યાની આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતા ભારે આક્રંદ છવાયો હતો. પોલીસ દ્વારા મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:14 PM IST)