<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

દેશમાં ''ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય'' ભારતીય સહકારીતા માટે ગૌરવની ક્ષણ : દિલીપ સંઘાણી

ગંગટોક ખાતે એનસીયુઆઇ દ્વારા સહકારીતા સંવર્ધન વિકાસ પરિષદ યોજાઇ રાજય સ્તરીય પરિષદનુ઼ ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગઃ બાગાયત, કૃષિ અને પ્રવાસન વિકાસ પ્રવૃત્તિ અંગે વિચાર વિમર્શ

અમરેલી, તા. ૩૧:  દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ અને સહકાર ને દેશના પ્રવાસન ક્ષેત્ર એવા સિક્કિમ રાજયના વિકાસમા મહત્વની ભૂમિકા નિભાવવા તત્પર છે તેમ ભારત દેશના ઠંડા સરહદી પ્રદેશના પાટનગર ગંગટોક ખાતે એનસીયુઆઈ આયોજીત સહકારીતા સંવર્ધન કાર્યશાળાને સંબોધતા અઘ્યક્ષ દિલીપ સંઘાણીએ જણાવ્યુ હતું.

તેઓએ વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સહકારી પ્રવૃતિ વધુમા વધુ લોકભોગ્ય અને સક્ષમ બને, તંદુરસ્ત ખેત ઉત્પાદન મેળવે, જમીન સરાયણમૂકત બને તે દિશામા અસરકારક પહેલ કરવાપર ભાર મૂકયો હતો, સહકારીતા સંવર્ધન વિકાસ પરિષદનું ઉદ્ધાટન સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ દ્વારા કરવામા આવેલ.

આ તકે સિક્કિમના સહકાર મંત્રી અરૂણકુમાર ઉપ્રેતિ, ચંદ્રપાલસિંહ યાદવ, સિકિકમ વિધાનસભાના ઉપાઘ્યક્ષા રાજકુમારી થાપાના અભિવાદન સાથે, સિક્કિમ સ્ટેટ કો.-ઓપ. યુનિયનના અઘ્યક્ષ મંગલજીત રાય, સહકારીતા સચિવ સુ.શ્રી ગ્લોરીયા નામચુ, એન.સી.યુ.આઈ. ગર્વનીંગ કાઉન્સીલના સભ્યશ્રીઓ સહિત ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે શ્રી સંધાણીએે વધુમા જણાવેલ કે, સિક્કિમ ક્ષેત્રના વિકાસમા સહકારને સામેલ કરી કૃષિ, પશુપાલન, પ્રવાસન અને આત્મનિર્ભર યોજનાઓને ગતીશિલ બનાવવા આહ્વાન કરવા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન ભભસહકાર થી સમૃઘ્ધિભભ તરફ આગળ વધવા  સંઘાણીએ જણાવ્યું હતું. સહકારીતા સંવર્ધન કાર્યશાળા કાર્યક્રમમા દિલીપ સંઘાણી પ્રદેશોમાં ચાલતી વિવિધ સહકારી પ્રવૃતિઓની સવિષેશ જાણકારી મેળવી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, સિક્કિમ ક્ષેત્રમા સહકારી પ્રવૃતિ પણ સારો વિકાસ જોઈ રહી છે અને તેથી તે દિશામા સહકારી સંવર્ધન કાર્યશાળાઓ અગ્રીમ ભૂમિકા નિભાવશે તેવો એકસુર વ્યકત થયો હતો તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ છે.

(2:18 PM IST)