<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

માધવપુરનો લોકમેળો ગ્રામ્યજનોમાં તરબૂચ મેળા તરીકે જાણીતો

ચૈત્ર માસમાં તરબૂચની સીઝનઃ મેળામાં તરબૂચના ધુમ વેચાણને લીધે લોક બોલીમાં ખાસ નામ મળ્યાની માન્યતાઃ શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ અંતગર્ત ભાતીગળ મેળામાં દેશ વિદેશથી લોકો આવીને સાંસ્કૃતિક કાર્યક્રમો-ધાર્મિક ઐતિહાસિક પ્રસંગો માણે છે

પોરબંદર, તા., ૩૧: માધવપુરનો ગામઠી લોકમેળો ગ્રામ્યજનોમાં તરબૂચ મેળા તરીકે પ્રાચીન સમયથી જાણીતો છે. મેળા વખતે તરબૂચની ભરપુર સીઝનને લીધે તરબુચ મેળો નામ મળ્યાની માન્યતા છે. માધવપુરામાં માધવરાયજીનું મંદિર ૧૩ (તેર) મી સદીનું હોવાનું જણાય છે. માધવરાયજી ઉપરાંત પણ માધવપુરની આસપાસ વિષ્ણુ શિવ અને સૂર્યમંદિરો આવેલા છે. જે પ્રાચીન છે. આ મંદિરો આપણાને પાંચમી થી લઇ દસમી શતાબ્દીના ઇતિહાસમાં લઇ જાય છે. ઉર્પણવન કે રૂકમણિવનના  ઉપરના ભાગમાં આવેલ નીલકંઠમહાદેવનું સ્થાન છે. ત્યાં એક ગુફા આવેલી છે જે હાલમાં બંધ કરી દેવામાં આવી છે. તે ગુફા બોૈધ્ધકાલીન હોવાનું જણાય છે. તેમ પ્રસિધ્ધ વિદ્ધાન કે.કા. કેતુ શાસ્ત્રી જણાવે છે.

કૃષ્ણ-રૂકમણીના મંદિર સામે એક સ્તુપ જેવું બાંધકામ છે. આ સ્તુપ ઉપર આચાર્યશ્રી રામાનુજના પગલા છે. વિદ્યાનોના માનવા મુજબ અગીયારમી સદીના અંતમાં શ્રીરામાનુજચાર્ય અહી આવ્યા હોવાનું જણાય છે. આ ઉપરાંત સંર્દભોને જોતા ભકતકવિ કબીર પહેલા મધુવનમાં પધાર્યા હોય તેવું પછાતીય જણાય છે. રાઘવપુરના મેળો ચૈત્ર માસમાં તરબુચની સીઝન હોય મેળામાં તરબુચનું ધુમ વેચાણ  થાય છે તેથી તરબુચ મેળો કહેવાય છે.

માધવપુર શ્રીકૃષ્ણ- રૂકમણીના સાથેના લગ્ન માટે પ્રસિધ્ધ છે. શ્રી વિષ્ણુ કૃષ્ણ લક્ષ્મીના રૂકમણીના લગ્ન  આજે પણ ઉત્સવ તરીકે આ સ્થળે ઉજવાય છે. ચૈત્ર સુદ ૯ (નોમ)થી ૧૩ (તેરસ) સુધી મોટો મેળો ભરાય છે. અને શ્રીકૃષ્ણ-રૂકમણીનો વિવાહઉત્સવ ઉજવાય છે. એક લાખથી પણ વધુ સ્ત્રી પુરૂષો અને બાળકો નવા વસ્ત્રો પહેરી આ મેળામાં ધામધૂમથી ભાગ લે છે. ગામની પૂર્વ દિશાના દરવાજાની બહાર બ્રહ્મકુંડ આવેલો છે. અહી પાંચ પાડવની  દેરીઓ છે. અને અહી શ્રી માધવરાયજીના મંદિરમાંથી સ્વરૂપ શ્રી ગોપાલ  લાલજીની  મુર્તિની ઢોલ શરણાઇ તેમજ કીર્તનોની રમઝટ વચ્ચે વરણાગી છે.

અરૂણાચલ પ્રદેશની મીખ્મી આદિ જાતીના મૂળ, રાજા ભીષ્મક સુધી વિસ્તરેલા હોવાનું મનાય છે. દિવ્યાંગ ખીલાજિલ્લામાં રોલિંગ પાસે આવેલા ભિષ્મકનગરનો ઉલ્લેખ કલકી પૂરાણમાં જોવા મળે છે. પૂર્વથી ચાલી આવતી પરંપરામાં મીષ્મી આદિજાતઁીના લોકો ભીષ્મક અને રૂકિમની વંશજો હોવાનું તે વિસ્તારના કથાનકોમાં આ લેખાયું છે. મુખોપમુખ અને લોકશૈલીમાં ગવાના અને ભજવાતા લોકસંગીતો અને લોકનૃત્યમાં પણ શ્રીકૃષ્ણ અને રૂકમણિનો ઉલ્લેખ જોવા મળે છે.

આજ પણ આસામના કલાકારો માજુલી ટાપેમાંથી મળેલી  પોૈરાણીક ચિત્રમય હસ્તપ્રતો સાથેના તેમના લોકનાટક રૂકમણિ હરલાની ભજવણી કરે છે. મણીપુરના સંગીતવૃંદ ખુલ્લાંગ વીરોધ અને નટશૈલીમાં રૂકમણિને લગ્નના ગીતો અતિપ્રચલિત છે.

આવી જ રીતે મલનપુર અને અરૂણાચલની ઇદુ મીષ્મી આદિજાતિના લોકનૃત્યોમાં પણ શ્રીકૃષ્ણ-રૂકમણી કથાનું આલેખન જોવા મળે છે.

દેશના બે પ્રદેશો પશ્ચિમ ગુજરાત અને ઉત્તરપૂર્વના રાજયકે મુખ્યત્વે અરૂણાચલ પ્રદેશ વચ્ચેના અનુબંધન થકી રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવા માટેની પહેલા, ઐતિહાસિક , સાંસ્કૃતિક કડીઓના આધારે અનુબંધનુે વધુગાઢ બનાવે તેવી પ્રવૃતિઓ કરવી એક રાજયના જનસમુદાયના બીજા રાજયના જનસમુદાય સાથેના સંપર્કને પ્રોત્સાહન આપવું અને ભારતીય હોવાની એક સર્વમાન્ય ઓળખ પ્રસ્થાપિત કરી, ભારતભરના સાંસ્કૃતિક એકતાનું દર્શન કરાવવું તે ધ્યેય છે.

(2:40 PM IST)