જોરાવરનગરમાં અમદાવાદની ટેક્સીનાં ચાલકે યુવકને અડફેટે લઈને થાંભલા સાથે અથડાય: સારવાર દરમિયાન યુવકનું મોત
ટેક્સીનાં ચાલકે રસ્તા પર ચાલીને જતા યુવકને અડફેટે લીધો : સ્થાનિકો લોકોએ કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો

સુરેન્દ્રનગરમાં એક ટેક્સી ડ્રાઈવરે બેફામ કાર ચલાવીને એક વ્યક્તિને ટક્કર મારી હતી, જે ઘટનામાં કારણે વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માતનાં સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરનાં જોરાવરનગર વિસ્તારમાં પુરઝડપે આવતી કાર યુવકને અડફેટે લઈને થાંભલા સાથે અથડાય હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરમાં એક અકસ્માત સર્જાયો હતો. તેમાં જોરાવરનગરમાં અમદાવાદની ટેક્સીનાં ચાલકે રસ્તા પર ચાલીને જતા યુવકને અડફેટે લીધો હતો અને તેને લઈને રસ્તાની બાજુનાં થાંભલા સાથે અથડાય હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું
સ્થાનિક લોકોએ કારચાલકને ઝડપી લીધો હતો અને પોલીસને સોંપ્યો હતો. આ કાર માહિર દીપભાઇ ડોડિયા નામનો કારચાલક પૂરઝડપે લઈને આવી રહ્યો હતો અને આ દરમિયાન તેણે વિજયભાઇ ધનજીભાઇ પાટડિયાને અડફેટે લીધો હતો. ત્યારબાદ સારવાર અર્થે તેમને સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
