હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરેલીમાં યુવતીએ સ્લેબના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું

અમરેલી, તા. ૧: અમરેલીમાં પટેલ સંકુલ પાછળ માધવ પાર્ક સોસાયટીમાં રહેતી રીનાબેન રમેશભાઈ સોલંકી નામની યુવતીએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર સ્લેબના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાય જીવનનો અંત આણ્યા નું સીટી પોલીસ મથકમાં રમેશભાઈ બચુભાઈ સોલંકી જાહેર કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
રાજુલાના ખારીમાં કુવામાં પડી જતા યુવાનનું મોત
રાજુલાના ખારી ગામે વલકુભાઈ એભલ ભાઈ શીઢા ની વાડીમાં કૂવો ગાળવા મજુરી કામે ગયેલ મદન સિંઘ હીરાસિંગ રાવત (ઉ.વ.૩૦) નામના યુવાન ટોલીમાં બેસી કુવામાં નીચે ઉતરતા હતા ત્યારે ટોલીનું સંતુલન બગડતા નીચે પડી જતા તેનું મોત નીપજ્યા નું તેમના ધર્મ પત્ની પ્રેમીબેન મદનસિંહ દ્વારા પોલીસમાં જાહેર કરતા પોલીસે વધુ તપાસ કરી હતી.
જુગારની બાજી પોલીસે ઉંધી વાળી
અમરેલીમાં કુકાવાવ રોડ ઉપર ભરતનગર બસ સ્ટેન્ડ પાસે બાવળની કાટમાં જુગાર રમતા ઈકબાલ જમાલ ચૌહાણ, ઇમરાન સિંરાજ ચૌહાણ, સલીમ સિરાજ ચૌહાણ, ઈરફાન શાહ અહેમદ શાહ પઠાણ, અલફેજ જમાલ પઠાણ, અંજુમ દાદુ બલોચ, સાબીર સલીમ ડાયાતર નામના શખ્સો ને પોલીસે રેડ પાડી રોકડ રકમ ૧૭૧૫૦ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.(૬.૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
