<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

રવિવારે રાણપુરમાં ‘ગાંધી સ્‍મૃતિ' સ્‍મારકનું લોકાર્પણ

૦૨ એપ્રિલ ૧૯૨૫ના રોજ રાણપુરમાં મહાત્‍મા ગાંધીનાં પાવન પગલાં પડેલાં ત્‍યારે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મહાત્‍મા ગાંધી સાથેની સહુપ્રથમ મુલાકાત અહીં થઈ હતી

રાજકોટ, તા. ૧: શૌર્યભૂમિ રાણપુર (જિ. બોટાદ) સ્‍થિત શ્રી અમળતલાલ દલપતભાઈ શેઠ હોસ્‍પિટલ (તે સમયનો સૌરાષ્‍ટ્ર-ફૂલછાબ પ્રેસ) ખાતે અનન્‍ય અને અનોખું ગાંધી સ્‍મળતિ સ્‍મારકનું લોકાર્પણ ૦૬ એપ્રિલ ૨૦૨૫ ને રવિવાર (ધોલેરા સત્‍યાગ્રહ-સિંધુડોની ૯૫મી જયંતી)ના રોજ સાંજે ૦૫ કલાકે કરવામાં આવશે. ત્‍યાર બાદ ગાંધી સ્‍મળતિ પદયાત્રા અંતર્ગત પોલીસ સ્‍ટેશન પાસે આવેલ મેઘાણી-પ્રતિમા અને સ્‍વ. જતીનભાઈ મનુભાઈ શેઠ માર્ગની તકતીને પુષ્‍પાંજલિ તેમજ શાંતાબેન મનુભાઈ શેઠ ઓડિટોરિયમ ખાતે સ્‍મરાંજલિનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. 

આજથી ૧૦૦ વર્ષ પૂર્વે ラ ૦૨ એપ્રિલ ૧૯૨૫ના રોજ રાણપુરમાં મહાત્‍મા ગાંધીનાં પાવન પગલાં પડેલાં ત્‍યારે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મહાત્‍મા ગાંધી સાથેની સહુપ્રથમ મુલાકાત અહીં થઈ હતી. સૌરાષ્‍ટ્રના સિંહ તરીકે ઓળખાતા અગ્રગણ્‍ય પત્રકાર અને સ્‍વાતંત્ર્ય સેનાની અમળતલાલ શેઠ દ્વારા ૧૯૨૧માં સ્‍થાપિત સૌરાષ્‍ટ્ર-ફૂલછાબ પ્રેસના કાર્યાલયમાં ત્‍યારે ગાંધીજીનો ઉતારો હતો. અહીં આવેલ ઐતિહાસિક લીમડા હેઠળ બેસીને ગાંધીજી સાથે અમળતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ દેશની આઝાદી અંગે મનોમંથન કર્યું હતું. દુનિયા સામે ઊભા રહીને પણ આપણો અંતરાત્‍મા આપણને જે કહે તે જ કરવું  જીવનમંત્ર થકી ગાંધીજીએ સહુને આશીર્વાદ આપ્‍યાં હતાં.

આ ઐતિહસિક ઘટનાની શતાબ્‍દી નિમિત્તે ગાંધી સ્‍મળતિ સ્‍મારકમાં ઐતિહાસિક લીમડાની જતનપૂર્વક જાળવણી ઉપરાંત મહાત્‍મા ગાંધી, સૌરાષ્‍ટ્રના સિંહ અમળતલાલ શેઠ અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની મનોરમ્‍ય અર્ધ-પ્રતિમાઓ, કલાત્‍મક તકતી, ચિત્ર પ્રદર્શન તથા કલમ અને કિતાબ સાહિત્‍ય-કોર્નરની સ્‍થાપના કરવામાં આવી છે.

આપણાં સ્‍વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્‍વાતંત્ર્ય-સેનાનીઓએ આપેલ આહુતિ અને બલિદાનથી નવી પેઢી પરિચિત-પ્રરિત થાય તે આશયથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. પ્રેરિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન દ્વારા ગાંધી સ્‍મળતિ સ્‍મારકનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. પヘમિ ગુજરાત વીજ કંપની લિ. (પીજીવીસીએલ)નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. અમળતલાલ શેઠના પૌત્રવધૂ પૂર્ણાબેન જતીનભાઈ શેઠ અને શ્રી અમળતલાલ દલપતભાઈ શેઠ હોસ્‍પિટલનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. શિલ્‍પ-સ્‍થાપત્‍ય ખ્‍યાતનામ શિલ્‍પકારો મયુર વાકાણી, આનંદ ટીકે અને હેમાલી વાકાણી (અમિત ફાઈબર ડેકોર)એ તૈયાર કર્યા છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (૯૮૨૫૦ ૨૧૨૭૯), પૂર્ણાબેન શેઠ અને મુકુંદભાઈ વઢવાણા (૯૮૨૫૩ ૧૪૩૪૪)નો સંપર્ક કરી શકાશે.(૬.૩)

આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:26 AM IST)