હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉનાઃ પિતાએ હાકલા-પડકારા કરીને સિંહના મ્હોમાંથી ૭ વર્ષની બાળકીને બચાવી

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૧: વાડીમાં સિંહણ આવી જઇને ૭ વર્ષની બાળકી ઉપર હુમલો કરતા બાળકીના પિતાએ હાકલા પડકારા કરીને સિંહણને ભગાડીને બાળકીને બચાવી લીધી હતી. ઇજા પામેલી બાળકીને સારવાર માટે લઇ જવાય છે.
સનવાવ આલીદર જતા રોડ ઉપર ગૌ શાળા પાસે એક વાડી મા પિતા અજય ભાઈ ગોહિલ વાડી મા વાવેલ લીંબુ ના ઝાડ ઉપર લીંબુ લેવા સાત વરસ ની બાળકી માર્ગી બેન અજય ભાઈ ગોહિલ ઉ.વ.૭ રે. આલીદર તા. કોડીનાર ને લઈ વાડી મા પ્રવેશ કરેલ ત્યારે એક સિંહણ વાડી મા આવી બાળકી ઉપર હુમલો કરી પંજા ના નહોર ભેરવી પછાડી દીધી હતી તેમણે રાડો પાડતા પિતા એ રાડો પાડી બાળકી ને સિંહણ ના પંજા માંથી મુક્ત કરાવી સિંહણ ને ભગાડી દીધી હતી.
બાળકી ને પીઠ, પેટ અને શરીર ના ભાગોમા ગંભીર ઈજાઓ પહોંચી હતી તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ડોળાસા ૧૦૮ના ડોકટર જીતુ ભાઈ વાઢેલ પાયલોટ રણજીત સિંહ દાહીમાં તુરંત સ્થળ ઉપર પહોંચી બાળકીને પ્રાથમિક સારવાર આપી કોડીનાર હોસ્પિટલે સારવાર માટે ખસેડી હતી. ગીર વન વિભાગ જામવાળા રેન્જ ના ને જાણ કરતા તુરંત વન વિભાગ ના કર્મચારીઓ સ્થળ ઉપર આવી સિંહણ ને પકડવા પાંજરા મૂકી લોકેશન મેળવી રહિયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
