<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ગઢડા(સ્‍વામીના) ટાટમ પાસે અકસ્‍માતમાં દાદા-પૌત્રીનું મોત

બુલેટ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતાં ધીરૂભાઇ કલ્‍યાણભાઇ ડાભી અને સાનવી સુરેશભાઇ ડાભીના મોતથી અરેરાટી

બોટાદ તા. ૧ :.. ગઢડા તાલુકાના ટાટમ અને હામાપર ગામના પાટીયા વચ્‍ચે બુલેટ બાઇક અને અલ્‍ટો કાર વચ્‍ચે ગંભીર અકસ્‍માત સર્જાયો છે. આ અકસ્‍માતમાં રામપરા ગામના પ૮ વર્ષીય ધીરૂભાઇ કલ્‍યાણભાઇ ડાભી અને તેમની ૮ વર્ષીય પૌત્રી સાનવી સુરેશભાઇ ડાભીનું ઘટના સ્‍થળે જ મોત નિપજયું છે.બંને વ્‍યકિતઓ બુલેટ બાઇક પર સવાર હતા ત્‍યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.

અકસ્‍માતમાં અન્‍ય બે વ્‍યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે બોટાદ અને ભાવનગર હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે.

ઘટનાની જાણ થતા સ્‍થાનિક પોલીસ તુરંત જ ઘટના સ્‍થળે પહોંચી ગઇ હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ગઢડા હોસ્‍પિટલ ખસેડયા છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. (પ-પ)

 

(10:59 AM IST)