<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ગોંડલના રીબડા ગામ પાસે ટ્રેન હેઠળ અજાણ્‍યા વૃધ્‍ધનું મોતઃ વાલી વારસની શોધ

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧ :.. ગોંડલ નાં રીબડા રેલ્‍વેસ્‍ટેશન પર પોરબંદર થી રાજકોટ જઇ રહેલી ૧૯૨૦૭ નંબર ની લોકલ ટ્રેન હેઠળ અજાણ્‍યા વળધ્‍ધે પડતું મુકતા તેનું કરુણ મોત નિપજ્‍યું હતુ.

મળતકે જમણાં હાથ પર ત્રિશુલ તથા ડાબા હાથ પર ઓમ ત્રોફાવ્‍યું છે.ઉમર આશરે ૬૦ વર્ષ અને ઘઉવર્ણા રંગનો છે.

બનાવ અંગે રાજકોટ ભક્‍તિનગર રેલ્‍વે આઉટ પોસ્‍ટ એએસઆઇ ઘનશ્‍યામભાઈ તપાસ હાથ ધરી વાલી વારસની શોધખોળ શરુ કરી છે.

(11:35 AM IST)