<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ટેકાના ભાવે ઘઉં વેચવા ૫૨૩૮૫ ખેડૂતો તૈયારઃ ૩૧ મે સુધી નોંધણી

સૌરાષ્‍ટ્રમાં ૭૯,૬૧,૦૩૧ લાભાર્થીઓનું કેવાયસી પૂર્ણઃ બાવળિયા

રાજકોટઃ અન્‍ન, નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાને જણાવેલ કે અન્‍ન સુરક્ષા અધિનિયમ હેઠળ લાભાર્થીઓનો સમાવેશઃ સૌરાષ્‍ટ્રના ૧૧ જિલ્લાઓમાં ૨,૧૫,૧૨૫ રેશનકાર્ડ અને ૭,૬૫,૭૯૫ લાભાર્થીઓને ‘‘રાષ્‍ટ્રીય અન્‍ન સલામતી કાયદા'' (NFSA) હેઠળ સામેલ કરાયા. રાજકોટમાં ૩૫,૪૨૬ કાર્ડ અને ૧,૨૧,૭૨૮ લાભાર્થીઓને આવરી લેવાયા છે. આવક મર્યાદા ૧૫,૦૦૦ થી વધારીને ૨૦,૦૦૦ કરાઈ. આનાથી સૌરાષ્‍ટ્રની ૧.૫ કરોડ જનસંખ્‍યામાંથી વધુ પાત્ર કુટુંબોને લાભ મળશે, જેથી કોઈ વંચિત ન રહે.

e-KYC પ્રક્રિયાની પ્રગતિઃ તા.૨૬ માર્ચ, ૨૦૨૫ સુધી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૨૨,૯૪,૫૯૬ રેશનકાર્ડ અને ૧,૦૦,૮૬,૨૦૬ લાભાર્થીઓમાંથી ૭૯,૬૧,૦૩૧ લાભાર્થીઓનું e-KYC પૂર્ણ થયું (૭૮.૯૩%) રાજકોટમાં ૭૧.૦૮% e-KYC થયું જેનાથી નકલી કાર્ડ ઘટશે. અને વ્‍યવસ્‍થા પારદર્શી બનશે.

રવિ સીઝન ૨૦૨૫-૨૬નું આયોજનઃ ૨૦૨૫-૨૬ માટે ૧ લાખ મે.ટન  ઘંઉ, ૭૫,૦૦૦ મે.ટન બાજરી, ૩૦૦૦ મે.ટન જુવાર, ૧,૦૦૦ મે.ટન મકાઈ અને ૧,૦૦૦ મે.ટન રાગીની ખરીદીનું લક્ષ્ય છે. ઘંઉની નોંધણી ૧ જાન્‍યુઆરીથી ૩૧ મે,૨૦૨૫ સુધી ચાલશે, જેમાં ૨૬ માર્ચ સુધી ૫૨,૩૮૫ ખેડૂતોએ નોંધણી કરી. ખરીદી ૧૭ માર્ચથી ૩૧ મે, ૨૦૨૫ સુધી ચાલશે, જેમાં ૨૬ માર્ચ ૫૨,૩૮૫ ખેડૂતોએ નોંધણી કરી. ખરીદી ૧૭ માર્ચથી ૩૧ મે, ૨૦૨૫ સુધી થશે, જેમાં અત્‍યાર સુધી ૨૨ ખેડૂતો પાસેથી ૧૦૦ મે.ટન ઘંઉ ખરીદાયા.

(12:09 PM IST)