<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

જામનગરમાં અપહરણ કરી ખૂન કરી નાખનાર ૮ આરોપી ઝડપાયા

 

જામનગર તા.૧: સીટી સી ડીવીઝન પો.સ્‍ટે.માં ફરિયાદી રામીબેન ધનજીભાઈ પરમાર જાતે અનુ જાતિ ઉવ ૫૫ ધંધો ઘરકામ રહે દિગજામ સર્કલ સિધધાર્થ નગર શેરી નંબર-૪ રેલ્‍વે કોલોની પાસે જાહેર કરેલ કે ગઇ તા.૨૯/૦૩/૨૦૨૫ ના કલાક ૨૨/૦૦ વાગ્‍યા ના સમયે તેના પુત્ર કાનજી ઉર્ફે કાનો ધનજીભાઈ પરમાર ને  જુના મનદુખ ચાલતા હોય જેનો ખાર રાખી આ કામે ના આરોપીઓ એ એકસંપ કરી કાવતરુ રચી  અપહરણ કરી હીનાબેન દેપાળભઈ મકવાણા ના ઘરે લઈ જઈ આરોપીઓએ  પાઈપ વડે ઢોરમાર મારી મોત નીપજાવી નાશી ગયેલ.

સદરહુ સિદ્ધાથનગરમાં થયેલ ખૂનના  ગુન્‍હા ના આરોપીઓ શોધી કાઢવા માટે જામનગર સીટી સી ડીવી. પો.સ્‍ટે. પો.ઇન્‍સ શ્રી વી.બી. ચોધરી  સુચના કરતા સર્વેલન્‍સ સ્‍કોડના પો.સબ.ઇન્‍સ. વી.બી.બરબસીયા  ના માર્ગદર્શન હેઠળ સીટી સી ડીવીઝન પો.સ્‍ટે નો તમામ સર્વેલન્‍સ સ્‍ટાફના કર્મચારીઓ એ સ્‍થાનીક જગ્‍યાની મુલાકાત લઈ સ્‍થાનીક વિસ્‍તારમાં પૂછપરછ કરી હકીકત થી વાકેફ થઈ ને ઉપરોકત ગુન્‍હાના આરોપીઓ ના લોકેશન બાતમીદારો મારફતે મેળવી

(૧) રાહુલ દેપાળભાઈ મકવાણા રહે રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્‍છી પાડો (૨) પ્રકાશ ઉર્ફે પકો નારણભાઈ પરમાર રહે ખેતીવાડી સીધ્‍ધાર્થ કોલોની શેરી નં - ૪ જામનગર  (૩) હીતેન ઉર્ફે હીરો દેપાળભાઈ મકવાણા રહે - રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્‍છી પાડો (૪) દિલીપ ઉર્ફે દીપો દિનેશભાઈ પરમાર રહે- ખેતીવાડી હીંગોરા ફેબ્રીકેશનની સામે ની ગલીમાં  (૫) મનોજ ઉર્ફે મનીયો દેવશીભાઈ મકવાણા રહે - અંધાશ્રમ પાછળ કચ્‍છી પાડો  (૬) આશીષ ઉર્ફે આશીયો રાજુભાઈ વારસાખીયા રહે અંધાશ્રમ પાછળ હનુમાન ચોક (૭) દેપાળભાઈ સોમાભાઈ મકવાણા રહે- રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્‍છ પાડો   (૮) હીનાબેન વા/ઓ દેપાળભાઈ મકવાણા રહે - રાજીવનગર કોલોની અંધાશ્રમ પાછળ કચ્‍છ પાડો ને પકડી પાડેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ.વી.બી.ચૌધરીની સુચનાથી સર્વેલન્‍સ સ્‍કોડના પો.સબ.ઇન્‍સ. વી.બી.બરબસીયા તથા સ્‍ટાફના પો.હેડ.કોન્‍સ. યશપાલસિંહ જાડેજા, ખીમશીભાઇ ડાંગર, મહેન્‍દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસીંહ જાડેજા ફેઝલભાઈ ચાવડા તથા પો.કોન્‍સ.શીવભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજા હર્ષદભાઇ પરમાર, વનરાજભાઇ ખવડ,, મયુરસિંહ જાડેજા, મહાવીરસીંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

જુગાર રમતા ઝડપાયા

ગોકુલનગર પાણાખાણ શેરી નં.૦૯ માં જાહેરમાં રેઇડ કરતા ે જુગાર રમતા રોકડા રૂપીયા ૧૪,૦૦૦/- 

(૧) ચેતનભાઇ ગગજીભાઇ પરમાર  (૨) સાગરભાઇ બીપીનભાઇ કણજારીયા  (૩) અશોકભાઈ ઘેલાભાઈ ભાભેસ રહે. બધા ગોકુલનગર પકડી પાડેલ છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. વી.બી. ચૌધરીના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્‍સ આર.ડી.ગોહીલ પોલીસ કોન્‍સ ધર્મેશભાઇ બટુકભાઈ મોરી તથા અરવીદભાઇ માલદેભાઈ પીપરોતર તથા જયપાલસિંહ ઘનશ્‍યામસિંહ ડોડીયા નાઓ દ્વારા કરવામાં આવેલ છ.

(1:49 PM IST)