હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચોટીલા થાનગઢમાં વિસ્ફોટક પદાર્થ વિક્રેતાઓનાં ગોડાઉનમાં તંત્રના દરોડાઃ ૬૭ લાખનાં મુદ્દામાલને સીલ કરાયો
ઝાલાવાડમાં ગે.કા.ખનીજ ખનન ઉપર રોક લાવવા કડક કાર્યવાહીઃ થાન પંથકમાં ગેર કાયદેસર કાર્બોસેલની પકડાયેલ ખાણોમાં અધધ વિસ્ફોટક પદાર્થ વપરાયો છે

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૧ઃ ચોટીલા, થાનગઢ વિસ્તારમાં વિસ્ફોટક પદાર્થનું વેચાણ કર્તાઓનાં ગોડાઉન ઉપર પ્રાંત અધિકારી અને મામલતદારો સહિતની ટીમે આકસ્મિક રેઇડ કરી ચકાસણી હાથ ધરી ૬૭ લાખથી વધુના જથ્થો સિઝર કરી ચાર ગોડાઉનને સીલ મારતા પરવાનેદારો અને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક પ્રકારનાં ચોટીલા, થાનગઢ અને મુળી પંથકમાં આવેલા ખનીજ પદાર્થોના ખનન પ્રવૃત્તિઓમાં ઉપયોગ ગેર કાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં મોટા પ્રમાણમાં થયાનું તંત્રના ધ્યાને આવતા તેઓની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.
તાજેતરમાં થાનગઢના જામવાળી, રૂપાવટીના ભડુલા વિસ્તારમાં કાર્બોસેલ કોલસાનાં ૨૪૭ જેટલા મોતના કુવા જેવા ખાણ રૂપી ખાડાઓ અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ પ્રાત અધિકારી સહિતનાં કાફલાઍ પકડી પાડયો હતો. જે ખાડાઓનાં ખોદાણમાં માટે મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ વપરાયો હોવાનું તંત્રના ધ્યાને આવેલ હતું.
ગે.કા. ખનીજ ખનન નાબુદ કરવા તેના ઉપર અંકુશ લાદવા માટે તથા વેગ આપતા પરીબળોને ડામવા ચોટીલા પ્રાત અધિકારી ઍચ. ટી. મકવાણા દ્વારા મામલતદાર પી. બી., નિલેશ પટેલ તેમજ તાબેના સ્ટાફની ટીમ બનાવી સોમવારના વિસ્ફોટ પદાર્થ વેચાણ કરતા પરવાનેદારોનાં ગોડાઉન ઉપર આકસ્મિક દરોડા રૂપી તપાસ હાથ ધરેલ હતી.
રેવન્યુ વિભાગની ટીમો ઍકા ઍક ત્રાટકતા વેચાણ કર્તાઓમાં દોડધામ મચી ગયેલ હતી અને તપાસનીશ અધિકારીઓઍ ઍક્સપ્લોઝીવ પદાર્થના વેચાણ અને સંગ્રહ ક્ષમતા મંજુરી અંગેનાં ધારાધોરણ અને સલામતીનાં સર સાધનો અંગે સઘન તપાસણી કરતા નાવા, મેવાસા, ચોટીલા, અને મેવાસા ગામે આવેલા ગોડાઉનમાં કડક કાર્યવાહી હાથ ધરેલ હતી.
ખાણ અને કુવામાં ભડાકા કરવા માટે વપરાતા જીલેટીન અને કેપ ના ગોડાઉનમાં આકસ્મિક દરોડામાં મેગેઝીન(ગોડાઉન)માં ક્ષતિઓ અને ગેરરીતીઓ જોવા મળી હતી તેમજ ડેન્જર્સ પદાર્થનાં જથ્થાનાં ગોડાઉનમાં ધારા ધોરણ નિયમ મુજબનાં સર સાધનો સહિતનો અભાવ જોવા મલ્યો હતો અને કોઇ પણ સ્થળે સિક્યુરિટી ગાર્ડની હાજરી મળેલ નોહતી તેમજ સુર્યાસ્ત પહેલા અને પછી ના સમયનાં વેચાણ અંગે કોઇ પુરાવાઓ રજૂ ન થતા ચાર ગોડાઉનમાં રહેલાડિટોનેટર, સોલાર કોર્ડ, સહિત રૂ. ૬૭,૭૩,૦૮૦ ના મુદ્દામાલને સીઝ કરી ગોડાઉનો કરાયા સીલ કરતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.
હાલ સિઝ કરાયેલા ગોડાઉન ઉપર નિયમ મુજબ ડિવિઝન વિસ્તારનાં પોલીસ અધિકારી પણ સમયાંતરે તપાસ કરતા હોય છે. પરંતુ પ્રથમ વખત પ્રાત અધિકારીની ટીમે આકસ્મિક દરોડા જેવી કાર્યવાહી કરી મોટો જથ્થો સીઝ કરી તપાસ હાથ ધરતા અન અધિકૃત વેચાણ પણ બહાર આવે તેવી શક્યતા હોવાની ચર્ચા ઉઠી છે.
હાલ તંત્ર ઍ પરવાનેદારોનાં ચોટીલા રે.સ.નં.૩૯૦ પૈકી અનિરૂધ્ધસિંહ પ્રવિણસિંહ ઝાલા, (૨) નાવા તા.ચોટીલા રે.સ.નં.૧૦૯ અને મેવાસા(સુ.) તા.ચોટીલા રે.સ.નં.૫૪ માં જાડેજા ધ્રુવરાજસિંહ અશ્વિનીકુમાર તેમજ સારસાણા તા.થાનગઢ રે.સ.નં.૨૦૧ મા પી.ડી.રાવલના ઍકલોઝીવ ઍક્ટનાં નિયમાનુસાર મળેલુ સત્તાની રૂઍ જથ્થો સીઝ કરી કાર્યવાહી કરેલ હતી. (રર.૧૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
