<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

નેશનલ ચેમ્‍પિયનશીપમાં જૂનાગઢ કાલરીયા સ્‍કૂલના વિદ્યાર્થી સ્‍કેટીંગમાં દેશમાં પ્રથમ સ્‍થાને

 

જુનાગઢઃ હરિદ્વાર ખાતે યોજાયેલ નેશનલ લેવલ અંડર-૧૪ કેટેગરી ૧૦૦૦-૫૦૦ મીટર ઈનલાઈન સ્‍કેટીંગ સ્‍પર્ધામાં જૂનાગઢની આર.એસ. કાલરીયા પ્રાયમરી સ્‍કૂલના અંગ્રેજી માધ્‍યમના ધો.૭ માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી ઉર્વિક વિશાલભાઈ રાઠોડે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરી બે ગોલ્‍ડમેડલ અને ટ્રોફી મેળવી રાજ્‍ય, જિલ્લા તેમજ સ્‍કૂલનું ગૌરવ વધાર્યુ છે. વિદ્યાર્થીની રાષ્‍ટ્રિય કક્ષાની આ સિદ્ધિને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને જાણમાં આવતાં કમલમ કાર્યાલય ખાતે આ વિધાર્થી ને સન્‍માનપત્ર અર્પણ કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા, ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા, જીલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, મહાનગર મહામંત્રી વિનુભાઈ ચાંદેગ્રા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડે. મેયર આકાશ કટારા, સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષના નેતા મનનભાઇ અભાણી, દંડક કલ્‍પેશભાઈ અજવાણી, પ્રભારી મુકેશભાઇ દાસાણી, પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, પુર્વ પ્રમુખ પુનિતભાઇ શર્મા, કે ડી પંડ્‍યા, જી પી કાઠી, અમુભાઈ પાનસુરીયા ગીરીશભાઈ કોટેચા નિર્ભયભાઈ પુરોહિત ચંદ્રેશભાઈ હેરમા આદ્યશક્‍તિબેન મજમુદાર ગીતાબેન પરમાર હરેશભાઈ પરસાણા, મિડિયા વિભાગ નાં સુરેશ પાનસુરીયા સંગઠનના હોદ્દેદારો કોર્પોરેટ સક્રિય સભ્‍યો વોડૅ- પ્રમુખ કાર્યકર્તાઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્‍યાની યાદી જણાવે છે.

(2:14 PM IST)