<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

૧૦૦ બટાલિયન રેપીડ એક્‍શન ફોર્સે ટંકારા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં મુલાકાત લીધી

 

ટંકારા, તા.૧: ગુજરાતની પ્‍લાટુન દ્વારા અમદાવાદ ૧૦૦ વાહીની દુત બટાલિયન રેપીડ એક્‍શન ફોર્સે અમદાવાદ દ્વારા ટંકારા પોલીસ સ્‍ટેશન ખાતે મુલાકાત લીધી હતી.

જેમાં ગુજરાતના એક પ્‍લાટુન રાતુલદાસ કમાન્‍ડર, ૧૦૦ બટાલિયન રેપીડ એક્‍શન ફોર્સના માર્ગદર્શનમાં મોરબીમાં તારીખ ૨૬ માર્ચથી તારીખ ૩૧ માર્ચ સુધી અશોકકુમાર શર્માના નેતળત્‍વમાં પરિચય અભ્‍યાસ હેતુ મોકલવામાં આવ્‍યા હતા.

આ પરિચિત અભ્‍યાસનો હેતુ નિયુક્‍ત પ્‍લાટુનનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય  જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક સાથે મુલાકાત કરી જિલ્લાના સંવેદનશીલ વિસ્‍તારોની જાણકારી મેળવી જિલ્લાના વિસ્‍તારના વરિષ્ઠ નાગરિકો, સમાજસેવકો અને મહાનુભાવો સાથે ગોષ્ઠી કરી અને ભૂતકાળમાં બનેલા રમખાણો અને અન્‍ય ગતિવિધિઓ અંગે માહિતી મેળવી મુખ્‍ય બાબતોથી વાકેફ થઈ થવાનું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્‍ય માણસ પોલીસને મિત્ર ગણી કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને શાંતી સલામતી સભર વાતાવરણ બન્‍યું રહે એ દિશામાં માર્ચ યોજી હતી. આ તકે ટંકારા થાણા અમલદાર કે એમ છાસિયા, આઈ બીના પ્રવિણ મેવા ટંકારા પોલીસ ટિમ સહિતના જવાનો જોડાયા હતા. (તસ્‍વીર-અહેવાલઃ ભાવિન સેજપાલ-જયેશ ભટ્ટાસણા, ટંકારા)

(2:17 PM IST)