News of Tuesday, 1st April 2025
પોરબંદરના બોરીચા ગામે સોનાના દાગીના અને રોકડની પ,૯૫ લાખની ચોરી
રહેણાંક મકાનમાં લાકડાના કબાટમાંથી ૧૫ તોલા સોનાના દાગીના, ૭૦ હજારની રોકડ તથા ૩ હજાર ડોલર અજાણ્યા શખ્સો ઉપાડી ગયા ખેડૂત પરિવાર ખેતરે ગયેલ અને પાછળ થી ૪ કલાકમાં મકાનમાંથી ચોરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧: તાલુકાના બોરીચા ગામે રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સો ઘુસી જઇને લાકડાના કબાટમાંથી સોનાના દાગીના રોકડ અને ડોલરની કુલ ૫, ૯૫૦૦૦ની ચોરી કરી ગયા હતા.
બોરીચા ગામે રહેતા હાજાભાઇ ખૂંટીએ બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સો ઘુસી જઇને લાકડાના કબાટમાં રાખેલ ૧૫ તોલા સોનાના દાગીના કિ. ૩ લાખ ૩ હજાર ડોલર કિ. ૨, ૨૫૦૦૦ તથા રોકડા ૭૦ હજાર મળી કુલ પ,૯૫ લાખની ચોરી કરી ગયેલ છે.
ખેડૂત વટવાર ખેતરે ગયેલ ત્યારે પાછળથી તેના મકાનમાં ૪ કલાકમાં ચોરી થઇ ગઇ હતી.
આ ચોરીની તપાસ બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. એસ. દ્વારા ચલાવી રહ્યા છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
