News of Tuesday, 1st April 2025
ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીની વરણી..
વિનોદભાઈ ટપુભાઈ વાધેલાને પ્રમુખ પદની જવાબદારી: ઉપપ્રમુખ પદે રંજનબેન ગોવિંદભાઈ દલસાણીયા તેમજ કારોબારી સમિતિનાં ચેરમેન તરીકે સુરેશજતી રેવાજતી ગોસાઈની વરણી

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ: ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને આ વખતે પણ પ્રજાએ જનાદેશ આપીને ૨૮ માથી ૧૯ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આપતા આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની ચુંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે અઢી વર્ષ અનુસૂચિત જાતિ માટે અનામત હોય વોર્ડ નં.૧ માંથી ચુંટાયેલા વિનોદભાઈ ટપુભાઈ વાધેલાને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી અને ઉપપ્રમુખ પદે રંજનબેન ગોવિંદભાઈ દલસાણીયા તેમજ કારોબારી સમિતિનાં ચેરમેન તરીકે સુરેશજતી રેવાજતી ગોસાઈની વરણી કરવામાં આવી હતી..
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
