તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
૨૨ લાખની તોડના હની ટ્રેપ પ્રકરણમાં યુવતી અને તેનો પતિ ઝડપાયા
પશ્ચિમ કચ્છ એલસીબીએ વડોદરાથી ઝડપ્યા, ૧૯ લાખની તોડ કરનાર ભુજનો કોંગ્રેસી નગરસેવક માસ્ટર માઈન્ડ, મુન્દ્રાના કોંગ્રેસી આગેવાને પોલીસની ઓળખ આપી ૩ લાખ પડાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : ગર્લફ્રેન્ડ બનાવવાની ચાહમાં હની ટ્રેપમાં ફસાનાર ભુજના મહેબૂબ શબ્બીર ખાટકીએ રૂ. ૨૨ લાખ ગુમાવ્યા બાદ પોલીસ ફરિયાદ કરી હતી. પશ્ચિમ કચ્છ એલસીબીએ આ હની ટ્રેપમાંની ફરાર યુવતી મુસ્કાન ઉર્ફે શહેનાઝ અને તેના પતિ મહંમદ ઇસ્માઇલ નોડેને વડોદરાથી ઝડપી લીધા હતા. સોશ્યલ મીડિયા દ્વારા ફ્રેન્ડશીપ કરી રૂબરૂ મળ્યા બાદ યુવક અને યુવતીના સાથે ફોટાઓ પાડી હની ટ્રેપને અંજામ અપાયો હતો. ૨૨ લાખ ગુમાવનાર ફરિયાદી યુવાને ૫ જણા વિરુદ્ધ ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવેલી જે અનુસંધાને ભુજના કોંગ્રેસી નગરસેવક અબ્દુલ હમીદ સમા, મુન્દ્રાના કોંગ્રેસી આગેવાન હરિસિંહ ધનુભા જાડેજા અને ભુજના સરફરાઝ રજાક ખાટકીની ધરપકડ કરી હતી. દરમ્યાન પોલીસ પૂછપરછમાં યુવતી અને યુવાનના ફોટા લેનાર કોંગ્રેસી નગરસેવક અબ્દુલ સમાએ યુવતીનો ઉપયોગ કરી ૧૯ લાખ પડાવ્યા હતા. જ્યારે મુન્દ્રાના કોંગ્રેસી આગેવાન હરિસિંહ જાડેજાએ પોલીસની ઓળખ આપી ૩ લાખ પડાવ્યા હતા. જોકે, હજી વધુ તપાસ દરમ્યાન બીજા શું ખુલાસા થાય છે એ જોવું રહ્યું.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
