તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
નર્મદા કેનાલમાં પાણી બંધ થતાં જ કચ્છના રાપર તા.ના ૯૭ ગામ અને ૨૪૭ વાંઢોમાં પાણીની થશે રામાયણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨: કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ કે જે બનાસકાંઠાના સલીમગઢથી કચ્છ જિલ્લામા રણ વિસ્તારની કેનાલમા થઈ પ્રવેશ કરી રહી છે ત્યારે નર્મદા યોજના દ્વારા કચ્છ કેનાલ મા અનેક જગ્યાએ રિપેરીંગ કામ કરવાનુ હોઈ તે માટે ૧ લી એપ્રિલથી અંદાજે બે અઢી મહિના સુધી બંધ કરવા મા આવી છે એટલે કચ્છ જિલ્લામા નર્મદા યોજનાનું પાણી મળતું બંધ થઈ જશે એટલે કેનાલ આધારિત રાપર શહેર અને તાલુકાના ૯૭ ગામ તથા ખડીર વિસ્તાર અને ૨૪૭ વાંઢોમાં પીવાના પાણીની રામાયણ શરૂ થશે કચ્છ જિલ્લા તથા રાપર તાલુકામાં માળીયા સામખયાળી પાઈપ લાઈન દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે જેમાં અપુરતા પ્રમાણમાં પાણી આવે છે અને કચ્છ તરફ તથા રાપર તાલુકામાં આવતી પાઈપ લાઈનમા અનેક સ્થળોએ કંપનીઓ તથા હાઈવે હોટલ ફાર્મ હાઉસ મા પાણી ચોરી થાય છે એટલે પાણીની મોકાણભર ઉનાળામાં ઉભી થશે તો ખેડૂતોએ ઉનાળામાં પશુઓ માટે ઘાસચારો વાવ્યો છે એમને પણ મુશ્કેલી પડે તેમ છે નર્મદા યોજના દ્વારા રાપર તાલુકામાં સુવઈ ફતેહગઢ ડેમ ભરવામાં આવ્યા છે તો રાપર શહેર માટે નગાસર તળાવ ભરવા મા આવેલ છે જે પાણી પંદર વીસ દિવસ ચાલે તેમ છે એટલે આવતા બે અઢી મહિના સુધી પાણીની રામાયણ જોવા મળે તો નવાઈ નહીં ઉપરાંત નર્મદા યોજનાની તમામ પેટા કેનાલો બંધ કરી દેવામાં આવી છે મુખ્ય કેનાલમાં મોમાઈ મોરા થી સુવઈ સુધી પીવા માટે પાણી રિઝર્વ રાખવામાં આવેલ છે જે પંદરેક દિવસ સુધી ચાલે તેમ છે. (તસવીરઃ મુકેશ રાજગોર, રાપર)(૨૩.૨)
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
