<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજુલામાં જુગાર રમતા છ ઝડપાયા

અમરેલીઃ રાજુલા ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલિંગ દરમિયાન હકિકત આધારે રાજુલા, મફતપરા વિસ્‍તારમાં રેઇડ દરમ્‍યાન જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા (૧) અકીલભાઇ નશીબભાઇ કુરેશી, ઉ.વ. ૩૨, રહે. તવકકલનગર, (૨) શબ્‍બીર ભાઇ ચાંદભાઇ બ્‍લોચ, ઉ.વ.૩૩, (૩) જાહીદભાઇ ઉર્ફે મંત્રી ઇકબાલભાઇ કુરેશી, ઉ.વ. ૩૧, (૪) અહેમદભાઇ ઉર્ફે ફકીરો બાવદીનભાઇ પઠાણ , ઉ.વ. ૨૮, (૫) જાહીકહુસેન ભીનુભાઇ શેખ, ઉ.વ. ૨૫, (૬) કરીમભાઇ ઉર્ફે સોહીલ અલારખભાઇ મહેતા, ઉ.વ. ૩૧, રહે, પશુદવાખાના પાસે, ને રોકડા રૂા. ૧૮,૪૩૦ સાથે પકડી પાડેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. વી.એમ. કોલાદરા તથા એ.એસ.આઇ ભીખુભાઇ ચોવડીયા, તથા હેડ કોન્‍સ. જયેન્‍દ્રભાઇ બસીયા, મહેશભાઇ રાઠોડ, ગોકળભાઇ કળોતરા તથા પો. કોન્‍સ. પરેશભાઇ દાફડા, અજયભાઇ વાઘેલા દ્વારા કરવામાં આવેલ છે.

(10:30 AM IST)