તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 2nd April 2025
મોરબીમાં નવે નવી સીએનજી રિક્ષા અચાનક આગ ભભૂકીઃ ચાલક વસંતભાઇ દાઝી ગયા
આંદરણા ગામેથી મોરબી યાર્ડમાં બકાલુ ભરવા જતી વખતે ઘુંટુ કેનાલ પાસે બનાવઃ પાંત્રીસ વર્ષિય યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨: મોરબીમાં ઘુંટુ કેનાલ પાસે નવે નવી સીએનજી રિક્ષા રનીંગ હાલતમાં સળગી જતાં ચાલક ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જાણવા મળ્યા મુજબ મોરબીના આંદરણા ગામે રહેતાં વસંતભાઇ અમરશીભાઇ ચાવડા (ઉ.વ.૩૫) ગઇકાલે પોતાની સીએનજી રિક્ષા હંકારી મોરબી યાર્ડમાં બકાલુ ભરવા જઇ રહ્યા હતાં ત્યારે મોરબી ઘુટુ કેનાલ પાસે રોડ પર પહોંચ્યા તે વખતે અચાનક રિક્ષાના હેન્ડલ પાસે પ્લાસ્ટીકના ભાગમાં ભડકો થયો હતો અને જોતજોતામાં રિક્ષા સળગવા માંડતાં વસંતભાઇ દાઝી ગયા હતાં. માંડ કરીને રિક્ષા ઉભી રાખી તે નીચે ઉતરી ગયા હતાં. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વસંતભાઇને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તે ત્રણ ભાઇમાં મોટા છે અને સંતાનમાં બે પુત્ર છે. તેના કહેવા મુજબ હજુ ચાર મહિના પહેલા જ નવી સીએનજી રિક્ષા લીધી છે. આગ કઇ રીતે લાગી તે પોતાને ખબર નથી. મોરબી તાલુકા પોલીસ વધુ તપાસ કરે છે. (૧૪.૫)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
